મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ફાયરબ્રાન્ડ ભાજપ નેતા ઉમા ભારતી તેમના સ્પષ્ટવક્તા નિવેદનો માટે સમાચારમાં રહે છે. તેમણે તાજેતરમાં પાકિસ્તાન અંગે એક નિવેદન આપ્યું હતું. ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્‌સ વચ્ચેની વાતચીત નિષ્ફળ જવા પર પ્રતિક્રિયા આપતા, ઉમા ભારતીએ કહ્યું કે પાકિસ્તાન જ્યાં પણ સ્પર્શ કરે છે ત્યાં જ નાશ કરે છે.
તેમણે કહ્યું, “જ્યારે પણ વિશ્વમાં શાંતિ માટે પહેલ થાય છે, ત્યારે તે ભારતમાંથી આવશે; ભારત વિશ્વમાં શાંતિ સ્થાપિત કરશે.” ટીએમસી સાંસદ શત્રુÎન સિંહાના ચૂંટણી પંચ પરના નિવેદન અંગે તેમણે કહ્યું, “તેઓ ભૂલી ગયા છે કે તેઓ હવે ફિલ્મોમાં ખલનાયક નથી, પરંતુ લોકોના હીરો છે. તેમણે ખલનાયક નહીં પણ હીરોની ભાષા બોલવી જાઈએ.”
નારી શÂક્ત વંદન કાયદા અંગે, ઉમા ભારતીએ કહ્યું કે આ કાયદામાં ઓબીસી, એસસી/એસટી મહિલાઓ માટે ૩૩% અનામતના ૫૦%નો સમાવેશ થવો જાઈએ.
કેદારનાથ મંદિરના નિર્માણ માટે સમાજવાદી પાર્ટી (એસપી)ના વડા અખિલેશ યાદવના પ્રસ્તાવ અંગે, ઉમા ભારતીએ કહ્યું કે અખિલેશ યાદવ અને તેમના સમગ્ર પરિવારે એકવાર કેદારનાથની યાત્રા કરવી જાઈએ, કારણ કે ત્યારે જ તેઓ રામ ભક્તો પર થયેલા ગોળીબારનું પ્રાયશ્ચિત કરશે.