કચ્છના જખૌ નજીક આવેલી આંતરરાષ્ટ્રીય જળ સીમા આઈએમબીએલ પાસેથી ગઈકાલે પાકિસ્તાનની મરીન સિકયુરિટી એજન્સીએ બેટ દ્વારકાની જીજે૩૭-એમએમ-૧૭૫૨ નંબરની અલ કીરમાણી નામની માછીમારી બોટ પર હલ્લો કર્યો હતો. આ બોટમાં માછીમારી કરી રહેલા ૮ વ્યક્તિઓ પર પાકિસ્તાનની મરીન સિકયુરિટી એજન્સીની કોલચી નામની બોટમાંથી અચાનક જ ફાયરીંગ શરૂ કરાયું હતું. આ માછીમારો હેબતાયા હતા. તે દરમ્યાન અલ કિરમાણી પાસે પહોંચી ગયેલા નાપાક એજન્સીના સદસ્યોએ તમામ ૮ માછીમારોને ઝબ્બે લઈ તમામના અપહરણ કરી લીધા હતા.