સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે એક વાર ફરી પાકિસ્તાનને ફટકાર લગાવી છે. યુએનમાં ભારતના સ્થાયી મિશનના સલાહકારે કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા માટે પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારતની વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ પ્રચાર કરવા માટે યુએનના પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે કાશ્મીર મુદ્દાને ઉઠાવવા માટે ઈસ્લામાબાદની ખેંચી અને પાકિસ્તાનને જમ્મુ- કાશ્મીરના તમામ વિસ્તારોને તાત્કાલીસ ખાલી કરવા માટે આહ્વાન કર્યુ.
યુએનમાં ભારતના સ્થાયી મિશનમાં પરામર્શદાતા ડો. કાજલ ભટે કહ્યુ કે સંપૂર્ણ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતા. જેમાં એ વિસ્તારો પણ સામેલ છે જે પાકિસ્તાનના ગેર કાયદેસરના કબ્જામાં છે. અમે પાકિસ્તાનથી પોતાનો ગેર કાયદે કબ્જે કરેલો વિસ્તાર તાત્કાલીક ખાલી કરવા માટે આહ્વાન કરીએ છીએ.
ભારતે સંયક્ત રાષ્ટ્રમાં મંગળવારે કહ્યું કે તે પાકિસ્તાનથી પ્રાયોજિત સીમા પર આતંકવાદની વિરુદ્ધ દ્રઢ અને નિર્ણાયક કાર્યવાહી કરવવાનું ચાલું રાખશે. ભારતીય પ્રતિનિધિએ એમ પણ કહ્યું કે કોઈ પણ સાર્થક વાર્તા માટે અનુકુળ વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની છે. જે ફક્ત આતંક, દુશ્મન અને હિંસાથી મુક્ત વાતાવરણમાં આયોજિત કરી શકે છે.
યુએનમાં ભારતના સ્થાયી મિશનના કાઉન્સેલર કાજલ ભટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યૂએનએસસી)માં કહ્યું, ભારત પાકિસ્તાન સહિત તમામ પડોશ દેશોની સાથે સામાન્ય સંબંધ ઈચ્છે છે અને કોઈ પેÂન્ડિંગ મુદ્દા છે તો તેને શિમલા સમજૂતિ તથા લાહોર ઘોષણા અનુસાર દ્વિપક્ષીય અને શાંતિપૂર્ણ રીતથી પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે કહ્યું કે જા કે કોઈ પણ સાર્થક વાતચીત આતંક, દુશ્મનાવટ અને હિંસાથી મુક્ત વાતાવરણમાં થઈ શકે છે. આ રીતે અનુકુળ વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાન પર છે. અત્યાર સુધી ભારત સીમા પારથી પ્રાયોજિત આતંકવાદનો જવાબ આપવા માટે દ્રઢ અને નિર્ણાયક પગલુ ભરી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા યુએનએસસીમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે તેના પર પલટવાર કર્યો.