વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ પાકિસ્તાનનાં પ્રવાસે છે ટી ૨૦ સીરીઝની પ્રથમ મેચ રમાવાની છે. તે પહેલા વેસ્ટ ઈન્ડિઝ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વિન્ડીઝનાં ખેલાડીઓ શેલ્ડન કોટ્રેલ,રોસ્ટન ચેઝ અને કાયલ મેયર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝનાં પ્રવાસ પર ટી ૨૦ સીરીઝ બાદ વનડે સીરીઝ પણ રમશે. જણાવી દઇએ કે, પાકિસ્તાન પ્રવાસ પર પહોંચેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમનાં ત્રણ ખેલાડીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે, આ સિવાય એક નોન-કોચિંગ સભ્યનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણ ખેલાડીઓ અને એક સભ્યને ફરજિયાત ૧૦-દિવસની ક્વોરેન્ટિનમાં ખસેડવામાં આવ્યા છે. શેલ્ડન કોટ્રેલ, રોસ્ટન ચેઝ અને કાયલ મેયર્સ ટી ૨૦ સીરીઝમાંથી બહાર થઈ ગયા છે. જે લોકો પોઝિટિવ આવ્યા હતા તેઓને કોરોના સામેની રસી મળી હતી, તમામને સંપૂર્ણ રસી આપવામાં આવી હતી. સારી વાત એ છે કે, તમામમાં કોરોનાનાં કોઈ લક્ષણો નથી હોતા અને ન તો તેમને કોઈ પ્રકારની સમસ્યાની ફરિયાદ હોય છે.
ત્રણ ખેલાડીઓ અને સ્ટાફ મેમ્બર સિવાય પૂરી ટીમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સીરીઝ તેના નિશ્ચિત સમયપત્રક અનુસાર રમાશે. ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનથી સીરીઝ રમ્યા વિના પરત ફર્યા બાદ પાકિસ્તાનમાં આયોજિત થનારી આ પ્રથમ આંતરરાષ્ટ્રીય પુરૂષ ક્રિકેટ સીરીઝ છે.