પંજાબના ગુરદાસપુરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાકિસ્તાન દ્વારા ભારતમાં ડ્રોન મોકલવાના પ્રયાસને BSF એ નિષ્ફળ બનાવ્યો છે. ગુરદાસપુરની કાસોવાલ બોર્ડર આઉટ પોસ્ટ પર મોડી રાત્રે પાકિસ્તાની ડ્રોન જાવા મળ્યું હતું. જ્યાર બાદ સ્થળ પર હાજર BSF ના જવાનો અને એક મહિલા જવાને ડ્રોન પર ૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જ્યાર બાદ ડ્રોન પાકિસ્તાનની સરહદ પર પરત ફર્યું હતું. જા કે, હાલમાં આ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ છે.
મળતી માહિતી અનુસાર, શનિવારે પણ બીએસએફએ કહ્યું કે, તેણે પંજાબના ફિરોઝપુર વિસ્તારમાં સરહદ પારથી આવતા એક ડ્રોનને તોડી પડાયું. એક ટ્વિટમાં BSF એ જણાવ્યું કે, “શુક્રવારનાં રોજ રાત્રે ૧૧ઃ૧૦ વાગ્યે ફિરોઝપુર સેક્ટરમાં વાન બોર્ડર ચોકી પાસે મળી આવતાં જ ચીની બનાવટના ડ્રોનને તોડી પાડવામાં આવ્યું.” તેમણે કહ્યું કે, કાળા રંગની ઉડતી વસ્તુને તોડી પાડવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ ૩૦૦ મીટર અને સરહદની વાડથી ૧૫૦ મીટર દૂર તેની પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.