પાકિસ્તાનના સરકારી ખજોના પર પહેલાથી ૨.૬ અરબ ડોલરનું દેવું છે. પાકિસ્તાન પર ચીન સરકાર અને ચીનની બેંકનું ૯.૧ અરબ ડોલરનું દેવું છે. ૧ અરબ ડોલરના યુરોબોન્ડ અને આઈએમએફનું ૧ અરબ ડોલરનું દેવું છે. પાકિસ્તાન પર પેરિસ ક્લબનું ૩૩.૧ બિલિયન ડોલરનું મલ્ટીલેટરલ દેવું છે. આ ઉપરાંત યૂરોબોન્ડ અને સુકુક જેવી આંતરાષ્ટ્રીય બોન્ડનું ૧૨ અરબ ડોલરનું દેવું છે. આ સ્થિતિમાં પાકિસ્તાને
યુએઈ અને ચીન પાસેથી ૩-૩ અરબ ડોલરની રકમ મેળવી છે. પાકિસ્તાનની સંસદમાં આપવામાં આવેલી જોણકારી પ્રમાણે ગત ત્રણ વર્ષમાં પાકિસ્તાનના દેવામાં ૯૧ બિલિયન ડોલરનો વધારો થયો છે. નાણા અને યોજના મંત્રાલય દ્વારા જોહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે જુન ૨૦૧૮માં પાકિસ્તાનનું કુલ દેવું ૨૫ ટ્રિલિયન હતું જે ઓગસ્ટ ૨૦૨૧માં વધીને ૪૧ ટ્રિલિયન થયું છે.
પાકિસ્તાનની સેનેટને જણાવવામાં આવ્યુ કે, પાકિસ્તાનનું આંતરિક દેવું ૧૬ ટ્રિલિયન રૂપિયાથી વધી ૨૬ ટ્રિલિયન ડોલર થયું છે. પાકિસ્તાનનું વિદેશી દેવું ૮.૫ ટ્રિલિયન ડોલરથી વધી ૧૪.૫ ટ્રિલિયન ડોલર થયું છે. આ સમય ગાળા દરમ્યાન ઈમરાન ખાન સરકારે ૭.૪૬ ટ્રિલિયન ડોલરના વ્યાજની પણ ચુકવણી કરી છે. પાકિસ્તાન મોટા પ્રમાણમાં સાઉદી અરબ પાસેથી પણ લોન લઈ રહ્યું છે અને સાઉદી પાસેથી જે લોન લેવામાં આવી છે તેની શરતોને પણ પાકિસ્તાન નજર અંદાજ કરી રહ્યું છે. હાલમાં પાકિસ્તાને ૪.૨ અરબ ડોલર લોન માટે સાઉદી સાથે એક સમજુતી કરી છે. પાકિસ્તાન સાઉદી પાસેથી જે લોન લઈ રહ્યું છે તેની ચુકવણી પાકિસ્તાનને એક વર્ષમાં કરવાની રહેશે.
મળતી માહિતી મુજબ પાકિસ્તાને જે ૩ અરબ ડોલરની લોન લીધી છે તેના ઉપર ૪ ટકા વ્યાજની ચુકવણી કરવી પડશે. આ પહેલા પાકિસ્તાને સાઉદી પાસેથી લોન લીધી હતી તેના પર ૩.૨ ટકા વ્યાજ લેવામાં આવ્યું હતુ પરંતુ, આ વખતે સાઉદીએ લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે. પાકિસ્તાને હાલમાં સાઉદી પાસેથી જે લોન લીધી છે. તેના ઉપર પાકિસ્તાને ૧૨૦ મિલિયન ડોલર વ્યાજની ચુકવણી કરવી પડશે. પાકિસ્તાન સરકારે લીધેલી આ લોનનો વિરોધ હવે પાકિસ્તાનના લોકો પણ કરી રહ્યાં છે.
પાકિસ્તાને સાઉદી પાસેથી જે લોન લીધી છે અને તેનું વ્યાજ ચુકવવામાં પાકિસ્તાન ચુક કરશે તો પાકિસ્તાનને ડિફોલ્ટર જોહેર કરવામાં આવશે. સાઉદીએ આ વખતે એટલા માટે કડક શરત રાખી છે કારણકે, પાકિસ્તાને ગત વખતે સાઉદીના એક બિલિયન ડોલરની ચુકવણીમાં અનિયમિતતા દાખવી હતી. પાકિસ્તાને સાઉદીને નાણા ચુકવવા માટે ચીન પાસેથી લોન લેવાની નોબત આવી હતી.