પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ભૂતપૂર્વ કેપ્ટન અને દેશના સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર યુનિસ ખાનને ડોમેસ્ટિક ક્રિકેટ વિભાગના વડા તરીકે નિયુક્ત કરવાનું વિચારી રહ્યું છે. આ ઘટનાક્રમથી વાકેફ એક સૂત્રએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે પીસીબીના ચેરમેન મોહસીન નકવી ડોમેસ્ટિક ક્રિકેટ ડિરેક્ટરના મુખ્ય પદ પર યુનિસને નિયુક્ત કરવા આતુર છે.
સૂત્રએ જણાવ્યું હતું કે, ખુર્રમ નિયાઝી હાલમાં સ્થાનિક વિભાગના વડા છે પરંતુ તેમની બદલી ઇસ્લામાબાદ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેઓ તેમની નવી ફરજા સંભાળશે. આ જ કારણ છે કે બોર્ડ યુનિસને સ્થાનિક ક્રિકેટના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવા આતુર છે. નકવી ઇચ્છે છે કે એક અનુભવી ક્રિકેટર ઘરેલુ ક્રિકેટ બાબતોનું સંચાલન કરે, કારણ કે આ વિષય હંમેશા પાકિસ્તાન ક્રિકેટમાં ચર્ચાનો વિષય રહ્યો છે.
તેમણે કહ્યું કે પીસીબી યુનિસની નિમણૂકની જાહેરાત બોર્ડ સાથે કરાર કર્યા પછી જ કરશે. હાલમાં વાટાઘાટો ચાલી રહી છે. ૪૮ વર્ષીય યુનિસે ૧૧૮ ટેસ્ટ અને ૨૬૫ વનડે રમી છે, જેના કારણે તે ૧૦,૦૦૦ થી વધુ ટેસ્ટ રન બનાવનાર એકમાત્ર પાકિસ્તાની ખેલાડી બન્યો છે. તેમણે રાષ્ટÙીય ટીમના બેટિંગ કોચ તરીકે પણ સેવા આપી હતી, પરંતુ બોર્ડના કેટલાક અધિકારીઓ સાથે મતભેદ બાદ રાજીનામું આપી દીધું હતું.