આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કોંગ્રેસના નેતાઓ પર ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે પાકિસ્તાન સાથે જાડાયેલા સોશિયલ મીડિયા જૂથોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે દિલ્હી અને ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સના તમામ દસ્તાવેજા પાકિસ્તાનની સોશિયલ મીડિયા ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.
સીએમએ કહ્યું, “અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા ૧૦ દિવસમાં, પાકિસ્તાની ચેનલોએ આસામ ચૂંટણી પર ઓછામાં ઓછા ૧૧ ટોક શો ચલાવ્યા છે, જે પહેલાં ક્યારેય થયું નથી.” દરેક ટોક શો તારણ કાઢે છે કે કોંગ્રેસ જીતવી જાઈએ. ગઈકાલની પ્રેસ કોન્ફરન્સથી હવે પાકિસ્તાન લિંક સ્પષ્ટ થઈ ગઈ છે.’ જાહેરાત
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા કહે છે કે, “યુએઈનો મૂળ પાસપોર્ટ એક પાકિસ્તાની વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. તેમણે (કોંગ્રેસ) પાસપોર્ટમાં એઆઇ ફોટોશોપ કર્યો હતો. ટીપુ સુલતાને સોશિયલ મીડિયા પર અસલી પાસપોર્ટ અપલોડ કર્યો હતો. ઇજિપ્તનો પાસપોર્ટ પણ નકલી છે.
તેમણે નકલી દસ્તાવેજા અને ફોટોશોપ કરેલા પાસપોર્ટ વિશે પણ વાત કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે યુએઈનો મૂળ પાસપોર્ટ એક પાકિસ્તાની વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે તેમાં છૈં ફોટોશોપનો ઉપયોગ કર્યો હતો. ટીપુ સુલતાને અસલી પાસપોર્ટ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. ઇજિપ્તનો પાસપોર્ટ પણ નકલી છે. તમે તેને ગૂગલ રિવર્સ દ્વારા પણ ચકાસી શકો છો.
હિમંતા બિસ્વા શર્માએ કાયદો અને વ્યવસ્થા અને ચૂંટણી પ્રક્રિયાની સુરક્ષા અંગે કડક ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું કે સામાન્ય રીતે જ્યારે કલમ ૪૨૦ અને બનાવટી દસ્તાવેજા સાથે જનતા સમક્ષ કોઈ મુદ્દો ઉઠાવવામાં આવે ત્યારે આઇપીસીની કલમ ૪૬૮ લાગુ પડે છે. ચૂંટણીના પરિણામને પ્રભાવિત કરવા માટે આવા દસ્તાવેજાનો ઉપયોગ કરવા બદલ મહત્તમ દંડ આજીવન કેદ છે. મારી પત્નીએ ગઈકાલે એફઆઇઆર નોંધાવી હતી, અને મને વિશ્વાસ છે કે પોલીસ યોગ્ય કલમો હેઠળ કેસ નોંધીને કાર્યવાહી કરશે.