પીએમ મોદીએ આજે દાહોદમાં હજ્જારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા. તેમણે દાહોદમાં જનસભા સંબોધી હતી. તેમણે કહ્યું કે ગુજરાતની જનતાએ ભરપૂર આશિર્વાદ આપ્યા છે. તેમણે કહ્યું કે દેશ વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે થોડીવાર પહેલાજ દાહોદમાં હજારો કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થયું છે. જેમાં સૌથી શાનદાર દાહોદની ઇલેક્ટ્રીક લોકોમોટિવ ફેકટરી છે. જેનો ત્રણ વર્ષ પહેલા મેં મારા હસ્તે શિલાન્યાસ કર્યો હતો. કેટલાક લોકો કહેતા હતા ચૂંટણી આવી એટેલ શિલાન્યાસ કર્યો છે પરંતુ આજે ત્રણ વર્ષ બાદ આપણે સૌ જોઇ શકીએ છીએ કે આ ફેક્ટરીમાં પહેલું ઇલેક્ટ્રીક લોકોમોટિવ બનીને તૈયાર છે.જેને થોડીવાર પહેલા મેં લીલીઝંડી આપી છે આ ગુજરાત માટે, દેશ માટે ગર્વની વાત છે. આજે ગુજરાતને વધુ એક ઉપલબ્ધ પણ હાંસલ થઇ છે. ગુજરાતના ૧૦૦ ટકા રેલ નેટવર્કનું વીજળીકરણ સંપૂર્ણ થઇ ચૂક્યુ છે.
તેમણે કહ્યું કે આજે અનેક જુના જુના ચહેરાઓને મળવાનો મોકો મળ્યો અનેક પરિચિત લોકો મળ્યા તેમણે કહ્યું દાહોદ સાથેનો મારો નાતો ૭૦ વર્ષ જુનો છે. બેથી ત્રણ પેઢી સાથે કામ કરવાનો મોકો મળ્યો છે.. આજે પરેલ ગયો પરેલ આખુ બદલાઇ ગયું છે. પહેલા હું અહીં આવતો ત્યારે સૂર્યાસ્તના સમયે સાઇકલ પર પરેલ જતો અને વરસાદ થયો હોય અને લીલોતરી થઇ હોય નાની નાની ટેકરીઓ બાજુથી રસ્તો જતો હોય એવી સાંજ આનંદદાયક લાગતી પરેલમાં જે લોકો કામ કરતા તેમના ત્યાં જમીને પાછો આવતો તેમણે કહ્યું કે અહીની દરેક સમસ્યા દુર કરવા માટે પગલા લીધા છે. દાહોદ વિશે મેં જે સપના જોયા છે તેને પુરા થતા જોઇ રહ્યો છું.
હિન્દુસ્તાનમાં આદિવાસી બહુલ જિલ્લો કેવી રીતે વિકાસ પામે તેનું મોડેલ જોવું હોય તો કોઇ દાહોદ આવે.. આદિવાસી જિલ્લામાં સ્માર્ટ સીટી બની તે જ મોટી વાત છે. ગત દસ થી ૧૧ વર્ષમાં આપણે જોયું છે કે રેલવમાં કેટલું મોટુ પરિવર્તન આવ્યું છે. સેમી હાઇસ્પીડ રેલવેનું ભારતમાં કોઇ નામ નહોતું લેતું પરંતુ આજે તેનો ધડાધડ વિકાસ થઇ રહ્યોછે. આજે દેશના ૭૦ રૂટ પર વંદેભારત ટ્રેન ચાલી રહી છે. આજે સોમનાથ દાદાના ચરણોમાં વધુ એક વંદેભારત ટ્રેન શરૂ થઇ છે. તેમણે કહ્યું કે આજે ભારતમાં આટલી આધુનિક ગાડીઓ ચાલી રહી છે. કારણ કે નવી ટેક્નોલોજી આપણી યુવા પેઢી ભારતમાં તૈયાર કરી રહી છે. કોચ ,લોકોમોટિવ બધુ જ ભારતમાં બને છે. પહેલા વિદેશથી લાવવું પડતું હતુ. આજે ભારત રેલવે સાથે જોડાયેલી અનેક ચીજા બનાવીને દુનિયાનો એક મોટો એક્સપોર્ટર બની રહ્યો છે. અનેક દેશોની આધુનિક ટ્રેનના કોચ ભારતમાં બની રહ્યા છે.
આપણા નાના-નાના ઉદ્યોગો એવી કમાલ કરી રહ્યા છે તેઓ પાર્ટસ બનાવી દુનિયાના બજારમાં મોકલી રહ્યા છે. મેડ ઇન ઇન્ડિયા લોકોમોટિવ પણ ભારત અનેક દેશોમાં મોકલી રહ્યું છે.. આ મેડ ઇન ઇન્ડિયાનો વિસ્તાર થઇ રહ્યો છે તેને કારણે ભારત ગર્વથી માથુ ઉંચી કરી રહ્યું છે. તેમણે દાહોદવાસીઓને સવાલ કર્યો કે હવે આપણે આપણા દેશમાંજ બનેલી વસ્તુંઓનો ઉપયોગ કરવા પણ અપીલ કરી.
પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરની વાત કરતા જણાવ્યુ કે, વિચારો, શું ભારત જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ જે કર્યું તેના પર ચૂપ રહી શકે છે? શું મોદી ચૂપ રહી શકે છે? જો કોઈ આપણી બહેનોના સિંદૂર ભૂંસવાનો પ્રયાસ કરશે, તો તેનું ભૂંસાવવાનું પણ નક્કી જ છે. એટલા માટે ઓપરેશન સિંદૂર ફક્ત લશ્કરી કાર્યવાહી નથી. તે આપણા ભારતીયોના મૂલ્યો અને લાગણીઓની અભિવ્યક્તિ છે. આતંકવાદીઓએ ૧૪૦ કરોડ ભારતીયોને પડકાર ફેંક્યો હતો. એટલે મોદીએ તે જ કર્યું જેના માટે દેશવાસીઓએ મને પ્રધાન સેવકની જવાબદારી આપી છે.
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, આજે, દેશ નિરાશાના અંધકારમાંથી બહાર આવ્યો છે અને આત્મવિશ્વાસના પ્રકાશમાં ત્રિરંગો લહેરાવી રહ્યો છે. આજે, આપણે ૧૪૦ કરોડ ભારતીયો આપણા દેશને વિકસિત ભારત બનાવવા માટે આપણી બધી શક્તિ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ છે કે, દેશની પ્રગતિ માટે જે કંઈ પણ જરૂરી છે, તે આપણે ભારતમાં જ બનાવવું જોઈએ, તે આજના સમયની માંગ છે. આજે ભારત ઉત્પાદનની દુનિયામાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. દેશને જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન હોય કે આપણા દેશમાં બનેલા માલની વિશ્વના વિવિધ દેશોમાં નિકાસ સતત વધી રહી છે. આજે ભારત ફક્ત રેલ્વે, મેટ્રો અને તેની જરૂરી ટેકનોલોજીનું ઉત્પાદન જ નથી કરતું પણ તેને વિશ્વને નિકાસ પણ કરે છે. વડાપ્રધાન સભાને સંબોધી રહ્યાં હતાં ત્યારે ભારત માતાની જય,વંદે માતરમ સહિતના રાષ્ટ્ર ભક્તિના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં માટે સંખ્યામાં નાગરિકો મોટી સંખ્યામાં હાજર સભામાં હાજર રહ્યાં હતાં









































