જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બુધવારે પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી, ઘટનાની પહેલી વર્ષગાંઠ નિમિત્તે. “આજે આપણે તે બધા શહીદોને યાદ કરીએ છીએ જેઓ ગોળીનો ભોગ બન્યા હતા. તેઓ બધા નિર્દોષ હતા. તેઓ પોતાની રજાઓ ઉજવવા આવ્યા હતા, અને તે આતંકવાદીઓએ તેમના કિંમતી જીવ લીધા. આજે પણ આપણે બધા તેમના દુઃખમાં સહભાગી છીએ. અમે તે દિવસે સંકલ્પ કર્યો હતો કે આવી ઘટના ફરી ક્્યારેય ન બને તે માટે આપણે પ્રયાસ કરવો જાઈએ.” તેમણે કહ્યું કે પાકિસ્તાન ઇચ્છે તો પણ અમે આવા હુમલાઓ અટકાવવાનો પ્રયાસ કરીશું.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના લોકો આતંકવાદ સામે એક થયા છે અને આ પ્રદેશને દુઃખ અને નિર્દોષ લોકોના જીવ ગુમાવવાથી મુક્ત કરવાની તેમની ઇચ્છામાં અડગ છે. અબ્દુલ્લાએ ઠ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે એક વર્ષ વીતી ગયું છે, અને અમે આતંકવાદ અને હિંસા સામે એક થયા છીએ. જમ્મુ અને કાશ્મીરને દુઃખ અને નિર્દોષ લોકોના જીવ ગુમાવવાથી મુક્ત કરવાની અમારી ઇચ્છા અટલ છે. આવું ફરી ક્યારેય  ન બને તે માટે અમે તમામ પ્રયાસો કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
મનોજ સિંહાએ કહ્યું, “અમે ક્્યારેય ભૂલીશું નહીં.” લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે આ આતંકવાદી હુમલો ન તો ભૂલાશે અને ન તો માફ કરવામાં આવશે. “અમે ભૂલીશું નહીં. અમે માફ કરીશું નહીં. આ અમારો દ્રઢ સંકલ્પ છે. ભારત આતંકવાદ સામે એકજૂથ છે. અમે જમ્મુ અને કાશ્મીરની ધરતી પરથી આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવા માટે અમારી અતૂટ પ્રતિબદ્ધતા અને નિશ્ચયની પ્રતિજ્ઞા લઈએ છીએ,” પહેલગામ હુમલાની પ્રથમ વર્ષગાંઠ પર તેમના સંદેશમાં સિંહાએ જણાવ્યું હતું.