(એ.આર.એલ),પ્રયાગરાજ,તા.૧૯
લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. તેઓ અહીં ભાજપના ઉમેદવાર નીરજ ત્રપાઠીના સમર્થનમાં જાહેરસભા યોજવા આવ્યા હતા.
ઐયરની પરમાણુ બોમ્બની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું, ફારૂક અબ્દુલ્લા અને મણિશંકર ઐયર કહે છે કે, પાકિસ્તાનનું સન્માન કરો કારણ કે તેમની પાસે પરમાણુ બોમ્બ છે. રાહુલ બાબા, આજે હું પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પરથી કહીશ કે આ ં પાકિસ્તાન અમારું છે, અમારું જ રહેશે અને અમે તેને પાછું લઈ લઈશું.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક કથિત વીડિયો ક્લપમાં, ઐયરને એવું કહેતા સાંભળવામાં આવ્યા હતા કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જાઈએ કારણ કે તે એક સાર્વભૌમ રાષ્ટ છે અને તેની સાથે જાડાણ કરવું જાઈએ કારણ કે તેની પાસે પરમાણુ બોમ્બ પણ છે. બીજી તરફ ઐયરે હાલમાં જ કહ્યું હતું કે આ વીડિયો જૂનો છે. કોંગ્રેસે કહ્યું હતું કે તે થોડા મહિના પહેલા ઐય્યરે કરેલી ટિપ્પણીથી સંપૂર્ણપણે અસંમત છે. અમિત શાહે એમ પણ કહ્યું કે, લોકસભા ચૂંટણીના ચાર તબક્કામાં વિપક્ષી ગઠબંધનનો સફાયો થઈ ગયો છે.