પાકિસ્તાન સરકારે ભારતીય શીખ યાત્રાળુઓને લગભગ ૩,૦૦૦ વિઝા જારી કર્યા છે. ગુરુ નાનક દેવની ૫૫૨મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ પાકિસ્તાની હાઈ કમિશને આ માહિતી આપી હતી. હવે ભારતીય તીર્થયાત્રીઓ ગુરુદ્વારા નનકાના સાહિબ અને ગુરુદ્વારા કરતારપુર સાહિબ સહિત વિવિધ ગુરુદ્વારાની મુલાકાત લઈ શકશે.
પાકિસ્તાની હાઈ કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવની ૫૫૨મી જન્મજયંતિની પૂર્વસંધ્યાએ ભારતીય શીખ યાત્રાળુઓને લગભગ ૩,૦૦૦ વિઝા જારી કર્યા છે. ૧૭-૨૬ નવેમ્બર દરમિયાન વિવિધ ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા માટે પાકિસ્તાનના તીર્થયાત્રીઓની મુસાફરીની સુવિધા માટે વિઝા આપવામાં આવ્યા હતા.
“ભારતમાં પાકિસ્તાન હાઈ કમિશને બાબા ગુરુ નાનકની ૫૫૨મી જન્મજયંતિની પૂર્વસંધ્યાએ લગભગ ૩,૦૦૦ ભારતીય શીખ પ્રવાસીઓને વિઝા જારી કર્યા છે,” પાકિસ્તાન હાઈ કમિશને ટિવટ કર્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતમાં પાકિસ્તાન હાઈ કમિશન શીખ ધર્મના સ્થાપકની ૫૫૨મી જન્મજયંતિ પર ભારત અને સમગ્ર વિશ્વમાં શીખ સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ આપે છે.”
ગુરુપુરબને ધ્યાનમાં રાખીને અત્તર-વાઘા ટ્રાન્ઝિટ પોઈન્ટ દ્વારા તે દેશમાં ભારતીય યાત્રાળુઓની મુસાફરીની સુવિધા માટે પાકિસ્તાને અપેક્ષા રાખી હતી તેના એક દિવસ બાદ આ વિઝા જારી કરવામાં આવ્યા હતા.આ વિઝા ભારત અને પાકિસ્તાન વચ્ચે ધાર્મિક સ્થળોની મુલાકાત પર ૧૯૭૪ના દ્વિપક્ષીય પ્રોટોકોલની જાગવાઈ હેઠળ જારી કરવામાં આવ્યા છે. હવે ભારતીય તીર્થયાત્રીઓ ગુરુદ્વારા નનકાના સાહિબ અને ગુરુદ્વારા કરતારપુર સાહિબ સહિત વિવિધ ગુરુદ્વારાની મુલાકાત લઈ શકશે.