પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીએ શુક્રવારે મોડી રાત્રે પાકિસ્તાન સાથેની દરિયાઈ સરહદ નજીક ભારતીય માછીમારી બોટ અલ કિરમાનીનો કબજા લીધો હતો. જહાજમાં સવાર આઠ ક્રૂ પણ પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીની કસ્ટડીમાં છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની એજન્સીઓ દ્વારા ભારતીય માછીમારો પર ગોળીબારના અહેવાલો મળી રહ્યા છે. હાલમાં આ સમાચારની વિગતોની રાહ જાવાઈ રહી છે.
આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સએ ગુજરાતના ભુજમાં પાકિસ્તાનની એક બોટને જપ્ત કરી હતી. બીએસએફએ જણાવ્યું હતું કે ૪ મે ના રોજ સવારે ૧૧.૧૫ કલાકે ભુજ પેટ્રોલે હરામી નાળામાં બીપી નંબર ૧૧૫૮ પાસે પાકિસ્તાની બોટની હિલચાલ જાઈ હતી જેમાં ૩-૪ પાકિસ્તાની માછીમારો બેઠા હતા.