પાકિસ્તાને ત્રીજી અને અંતિમ ટી ૨૦ રોમાંચક મેચમાં બાંગ્લાદેશને ૫ વિકેટે હરાવ્યું. મેચની છેલ્લી ઓવરમાં ખાસ કરીને છેલ્લા બોલમાં ખુબ નાટક થયું હતું. મોહમ્મદ નવાઝે છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને પાકિસ્તાનને જીત અપાવી હતી. છેલ્લી ઓવરમાં કુલ ૩ વિકેટ પણ પડી હતી. પાકિસ્તાનની જીત બાદ બાબર આઝમની ટીમ પર સવાલો ઉઠી રહ્યા છે . છેલ્લી ઓવર ફેંકનાર બાંગ્લાદેશના સુકાની મહમુદુલ્લાહે પણ તેના વિશે મોટી વાત કરી હતી. પાકિસ્તાને ટી-૨૦ શ્રેણી ૩-૦થી કબજે કરી હતી.
પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં ૮ રન કરવાના હતા. પરંતુ પ્રથમ ૫ બોલમાં માત્ર ૬ રન જ બન્યા હતા અને પાકિસ્તાને પણ ૩ વિકેટ ગુમાવી દીધી હતી. હવે તેને જીતવા માટે છેલ્લા બોલ પર ૨ રન બનાવવાના હતા.મહમુદુલ્લાહે છઠ્ઠો બોલ નાખ્યો, પરંતુ મોહમ્મદ નવાઝ ખસી ગયો અને બોલ વિકેટ સાથે અથડાયો. આના પર બાંગ્લાદેશના ખેલાડીઓએ અપીલ કરી હતી, જેને અમ્પાયરે ઠુકરાવી દીધી હતી. આ પછી નવાઝે ફરીથી બોલ પર ચોગ્ગો ફટકારીને પાકિસ્તાનને જીત અપાવી હતી.
મેચ બાદ મહમુદુલ્લાહે કહ્યું, ‘નવાઝ છેલ્લી ઘડીએ ખસી ગયો. મેં અમ્પાયરને પૂછ્યું કે શું આ બોલ બરોબર છે. એનાથી વધુ કંઈ નહિ. અમે અમ્પાયરના નિર્ણયનું સન્માન કરીએ છીએ. તેનો નિર્ણય અંતિમ છે. આ નિર્ણય બાંગ્લાદેશના અમ્પાયર તનવીર અહેમદે આપ્યો હતો.
પરિણામ પર નિરાશા વ્યક્ત કરતા બાંગ્લાદેશના કેપ્ટને કહ્યું કે અમે જીતની નજીક હતા પરંતુ એ થઈ શક્યું નહીં. અમે એક-બે મેચ જીતવાની સ્થિતિમાં હતા. તે પહેલા બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયા (બાંગ્લાદેશ વિ ઓસ્ટ્રેલિયા) અને ન્યુઝીલેન્ડ (બાંગ્લાદેશ વિ ન્યુઝીલેન્ડ)ને ઘરઆંગણે ટી૨૦ સિરીઝમાં હાર આપી હતી.