પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેમનો દેશ જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ને લઈને કોંગ્રેસના ગઠબંધનના વલણ સાથે સહમત છે. જા કે કોંગ્રેસે તેના ઢંઢેરામાં જમ્મુ અને કાશ્મીરના રાજ્યનો દરજ્જા પુનઃસ્થાપિત કરવાની વાત કરી છે, પરંતુ પાર્ટીએ કલમ ૩૭૦ પર મૌન જાળવી રાખ્યું છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે બુધવારે મતદાન થયું હતું. વોટિંગ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, જેના કારણે પાકિસ્તાન માટે ચિંતા થવી સ્વાભાવિક છે.
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે એક ટીવી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન એન્કરે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં સાથે મળીને લડી રહ્યા છે. જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ અને ૩૫છ લાગુ કરવામાં આવી ત્યારે કોંગ્રેસના પંડિત નેહરુ કેન્દ્રમાં સત્તા પર હતા અને શેખ અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરમાં સત્તા પર હતા. હવે ફરી એકવાર બંને સાથે આવ્યા છે અને બંનેએ કાશ્મીરમાં કલમ ૩૭૦ અને ૩૫છ લાગુ કરવાનું વચન આપ્યું છે. આ અંગે ખ્વાજા આસિફની પ્રતિક્રિયા માંગવામાં આવી હતી. જેના જવાબમાં ખ્વાજા આસિફે કહ્યું, ‘જા આવું થાય તો તે ખૂબ જ સારું રહેશે અને અમે કલમ ૩૭૦ અને ૩૫છ પર કોંગ્રેસ અને તેના સહયોગીઓના સ્ટેન્ડ સાથે છીએ.’
ભાજપ વારંવાર કોંગ્રેસ પર તેના દુશ્મનોની ભાષા બોલવાનો આરોપ લગાવે છે. હવે પાકિસ્તાનના રક્ષા મંત્રીના તાજા નિવેદનથી દેશનું રાજકારણ ગરમાઈ શકે છે. રાહુલ ગાંધી અમેરિકામાં પોતાના કથિત રાષ્ટÙ વિરોધી નિવેદનોને લઈને પહેલાથી જ બીજેપીના નિશાના પર છે. તે જ સમયે, બીજેપી નેતા અમિત માલવિયાએ એકસ પર એક પોસ્ટમાં કહ્યું, ‘પાકિસ્તાન એક એવો દેશ છે જે આતંકવાદને આશ્રય આપે છે. તેઓ કાશ્મીર પર કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના વલણને સમર્થન આપે છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ અને ૩૫છને પુનઃસ્થાપિત કરવા માટે પાકિસ્તાન અને નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન એક તરફ છે. તે કેવી રીતે છે કે પન્નુથી લઈને પાકિસ્તાન સુધી, રાહુલ ગાંધી અને તેમની કોંગ્રેસ હંમેશા એવા લોકોની પડખે દેખાય છે જેઓ ભારતના હિતોની વિરુદ્ધ છે?