એકબાજુ જયાં પાકિસ્તાન અવારનવાર આતંકવાદી હુમલાનો સામનો કરી રહ્યું છે ત્યાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં આતંકવાદ સમાપ્ત થઇ ચુકયો છે.હકીકતમાં ૧૬ ડિસેમ્બર ૨૦૧૪માં પેશાવરમાં આતંકવાદી હુમલામાં ૧૪૦ લોકોએ જીવ ગુમાવ્યા હતાં તે ઘટનાને સાત વર્ષ પુરા થયા છે આ ઘટનાને યાદ કરતા તેમણે કહ્યું કે હવે પાકિસ્તાને આતંકવાદને સફળતાપૂર્વક પરાજય આપ્યો છે તેમણે કહ્યું કે હું દોહરાવવા માંગુ છું કે અમે અમારા શહીદ બાળકોના પીડિતો અને માતા પિતાને કયારેય નિશાન કરીશું નહીં હિંસાને એક ટુલની જેમ ઉપયોગ કરનારા માટે ઝીરો ટોલરેંસ છે.
પાકિસ્તાનના વડાપ્રધાનનું નિવેદન ત્યારે આવ્યું છે જયારે તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનમાં આતંકી ઘટનાઓ ખુબ જાવા મળી છે એ યાદ રહે કે તાજેતરમાં અફધાનિસ્તાનની સીમા સાથે જાડાયેલ પાકિસ્તાનના અશાંત ઉત્તરી વજીરિસ્તાન જીલ્લામાં અજાણ્યા આતંકવાદીઓએ એક સુરક્ષા તપાસ ચોકી પર હુમલો કર્યો હતો જેમાં બે સૈનિકોના મત થયા હતાં આ ઘટનાની માહિતી પાકિસ્તાની સેનાએ જ આપી હતી જયારે ભારતમાં પણ આતંકી ઘટનાઓ સતત જારી છે સેનાના અધિકારીઓનું માનવુ છે કે ભારતમાં આતંકી ઘટનાની પાછળ પાકિસ્તાન છે.
તાજેતરમાં શ્રીનગરમાં એક પોલીસ બસ પર આતંકી હુમલો થયો હતો જેમાં બે લોકોના મોત થયા હતાં જયારે ૧૨ અન્યને ઇજા થઇ હતી આ હુમલો શ્રીનગરના બહારી વિસ્તાર જેવનમાં થયો હતો.