ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, પાકિસ્તાની સેના તરફથી એક એવું નિવેદન આવ્યું છે, જે ખૂબ જ ચોંકાવનારું છે. પાકિસ્તાની સેનાએ બધાની સામે આ કબૂલાત કરી છે. હકીકતમાં પાકિસ્તાની સેનાએ ફરી એકવાર પોતાના સિદ્ધાંતનો પુનરોચ્ચાર કર્યો છે. પાકિસ્તાની સેનાએ કહ્યું, ‘જેહાદ અમારી નીતિ છે અને અમારા જનરલ પણ જેહાદી છે.’
પાકિસ્તાની સેનાએ એમ પણ કહ્યું કે, ‘પાકિસ્તાની સેનાનું સત્તાવાર સૂત્ર ઈમાન, તકવા, જેહાદ ફી-સબીલિલ્લાહ (ઈશ્વરના નામે શ્રદ્ધા, ધર્મનિષ્ઠા, સંઘર્ષ) છે. જનરલ ઝિયા-ઉલ-હકના પ્રમુખપદ દરમિયાન, આ સૂત્રને ઇત્તેહાદ, યકીન, તનઝીમ (એકતા, વિશ્વાસ, અનુશાસન) દ્વારા બદલવામાં આવ્યું હતું.’
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી બંને દેશો વચ્ચે સરહદ પર શાંતિ છે અને ગઈકાલે રાત્રે પણ કોઈ હુમલો થયો નથી. આજે બપોરે ૧૨ વાગ્યે બંને દેશોના ડીજીએમઓ વચ્ચે વાતચીત થવાની હતી, પરંતુ કોઈ કારણોસર વાતચીત મુલતવી રાખવામાં આવી.
૨૨ એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આ આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા. આ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું. ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો હતો. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ગુસ્સે થઈ ગયું અને સરહદી વિસ્તારમાં ગોળીબાર શરૂ કરી દીધો.
જાકે, ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવીને તેને યોગ્ય જવાબ આપ્યો અને તેના ૧૧ એરબેઝનો નાશ કર્યો. પાકિસ્તાનને થયેલા ભારે નુકસાનથી તે ગુસ્સે ભરાયું હતું. બાદમાં, બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી અને હવે સરહદી વિસ્તારમાં શાંતિ છે.