પાકિસ્તાની પ્રચાર એકાઉન્ટ્સ ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનો ડિજિટલી સંપાદિત વિડિઓ શેર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ નકલી વિડિઓમાં દાવો કરવામાં આવ્યો છે કે જનરલ દ્વિવેદીએ કથિત રીતે કહ્યું હતું કે ભારતીય સેનાનો ‘ત્રિશૂલ કવાયત’ આગામી બિહાર ચૂંટણી પહેલા એક રાજકીય નાટક સિવાય બીજું કંઈ નથી.પીઆઇબીની ફેક્ટ ચેક ટીમે આ દાવાને સંપૂર્ણપણે ખોટો ઠેરવ્યો છે. પાકિસ્તાની પ્રચાર ખાતાઓએ દાવો કર્યો છે કે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ બિહાર ચૂંટણી પહેલા ‘ત્રિશૂલ કવાયત’ને રાજકીય નાટક ગણાવ્યું હતું.પીઆઇબીના ફેક્ટ ચેક મુજબ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. આ વીડિયો એઆઇ-જનરેટેડ અને સંપૂર્ણપણે નકલી છે.પીઆઇબી ચેતવણી આપે છે કે આવા એઆઇ જનરેટેડ નકલી વીડિયો લોકોને ગેરમાર્ગે દોરવા અને ભારતીય સશસત્ર દળો સામે અવિશ્વાસ પેદા કરવાના દુર્ભાવનાપૂર્ણ ઇરાદાથી ફેલાવવામાં આવી રહ્યા છે.પીઆઇબી ફેક્ટ ચેક નાગરિકોને સતર્ક રહેવા અને આવી નકલી સામગ્રી ફોરવર્ડ ન કરવાની સલાહ આપે છે. અધિકૃત માહિતી માટે ફક્ત સત્તાવાર †ોતો પર જ વિશ્વાસ કરો.પીઆઇબી લોકોને આ વીડિયોની સત્યતા ચકાસવા માટે સંપાદિત ન કરાયેલ અને મૂળ વિડિઓ જાવાની પણ સલાહ આપે છે.







































