પાકિસ્તાનની ટીમ માટે આ ટી ૨૦ વર્લ્‌ડકપમાં બધુ જ બરોબર થઇ રહ્યુ હતુ, પરંતુ એક ભૂલ ક્યારેક ભારે પડી જોય છે. જણાવી દઇએ કે ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧માં પાકિસ્તાનની સફર હવે પૂરી થઈ ગઈ છે. ગુરૂવારે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી બીજી સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનાં હાથે ટીમને ૫ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મેથ્યુ વેડ અને માર્કસ સ્ટોઈનિસ વચ્ચેની ૮૧ રનની ભાગીદારીએ પાકિસ્તાનનું બીજી વખત ટી ૨૦ ચેમ્પિયન બનવાનું સપનું તોડી નાખ્યું છે.
પાકિસ્તાનની હારનું મુખ્ય કારણ લોકો હવે હસન અલીને માની રહ્યા છે. જેણે ૧૯મી ઓવરમાં મેથ્યુ વેડનો કેચ છોડ્યો હતો, જે પાકિસ્તાન માટે ભારે પડ્યુ હતુ. વેડે આ કેચનાં આગામી ત્રણ બોલ પર સતત ત્રણ સિક્સર ફટકારીને કાંગારૂ ટીમને ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો. હાર બાદ કેપ્ટન બાબર આઝમનો ગુસ્સો પણ હસન અલી પર ઉતર્યો હતો અને તેણે તે કેચને મેચનો ટ‹નગ પોઈન્ટ પણ ગણાવ્યો હતો. મેચ બાદ બાબર આઝમે કહ્યું, ‘બધું અમારી રણનીતિ પ્રમાણે ચાલી રહ્યું હતું. અમારો સ્કોર પણ સારો હતો પરંતુ અમારી બોલિંગ એટલી સચોટ નહોતી. જો તમે આવા પ્રસંગોએ કેચ છોડો છો તો મેચ તમારા હાથમાંથી નીકળી જોય છે. તે મેચનો ટ‹નગ પોઈન્ટ પણ હતો.
પાકિસ્તાની કેપ્ટને જોકે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેની ટીમનાં પ્રદર્શનની પ્રશંસા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે ખેલાડીઓ વધુ સારું રમવાનું ચાલુ રાખશે. “અમે જે રીતે આખી ટૂર્નામેન્ટ રમી તે શાનદાર હતી. અમે આગામી દિવસોમાં ટીમ પાસેથી વધુ પ્રદર્શનની અપેક્ષા રાખીએ છીએ. દરેક ખેલાડીએ પોતાની ભૂમિકા સારી રીતે ભજવી.