(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૯
ભારત સાથે આખી દુનિયામાં બાલિવૂડ ફિલ્મોના કિંગ ખાનનો લોકોમાં ક્રેઝ છે. શાહરુખ ખાને તેના ફિલ્મ કરિયરમાં અનેક સુપર હીટ ફિલ્મો આપી છે અને ફિલ્મોમાં તેના રોલની પણ જારદાર ચર્ચા થાય છે. જા કે હાલમાં પાકિસ્તાનના એક વરિષ્ઠ અભિનેતાએ શાહરુખ ખાન પર તેમના કામની કાપી કરવાનો આરોપ કર્યો હતો અને શાહરુખે તેમને કોઈપણ પ્રકારનું ક્રેડિટ પણ આપ્યું નહોતું એવું પણ કહ્યું હતું.પાકિસ્તાની નાટક ઉદ્યોગના વરિષ્ઠ અભિનેતા, તૌકીર નાસિરે હાલમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે બાલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને તેની એક ફિલ્મમાં તેમના કામની નકલ કરી છે અને તેમને કોઈ યોગ્ય ક્રેડિટ પણ આપ્યું નહોતું. તૌકીર નાસિર એક પીઢ પાકિસ્તાની અભિનેતા છે, જેમણે તાજેતરમાં ઇસ્લામાબાદમાં પાકિસ્તાન નેશનલ કાઉન્સલ ઓફ આર્ટસના ડાયરેક્ટર જનરલ તરીકે પણ સેવા આપી હતી અને તેમને પ્રાઇડ ઓફ પાકિસ્તાન, તમગા-એ-ઇમ્તયાઝ અને શ્રેષ્ઠ અભિનેતા સહિત અનેક પ્રતિષ્ઠિત માન્યતાઓથી નવાજવામાં આવ્યા છે. કિંગ ખાન દ્વારા પોતાના યોગદાન માટે યોગ્ય શ્રેય ન આપવા બદલ માન્યતાના અભાવ પર તેમણે નિરાશા વ્યક્ત કરી હતી.સોમવારે યુટ્યુબ ચેનલ “ઝબરદાસ્ત વિથ વાસી શાહ” પર આપેલા એક ઇન્ટરવ્યુમાં, તૌકીર નાસિરે ખુલાસો કર્યો હતો કે શાહરૂખ ખાને અનેક વખત પોતાના કામની પ્રશંસા કરશે અને અનેક લોકોને તેના અભિવાદન મોકલશે. શાહરૂખ ખાન એક પ્રતિભાશાળી અભિનેતા છે પરંતુ તેના તરફથી મારા યોગદાન માટે માન્યતાનો અભાવ જાઈને મને નિરાશા થાય છે.શાહરૂખ ખાને જ્યારે કથિત રીતે નાસિરના કામની નકલ કરી હતી તે ફિલ્મ વિશે પૂછવામાં આવતા નાસિરે ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે “ફિલ્મ ર્કભી અલવિદા ના કહેર્ના માં શાહરૂખનો રોલ પાકિસ્તાનમાં બનેલા ર્પરવાર્ઝ નાટકના તેમના પાત્રની સીધી નકલ હતી. એક ઘાયલ પગની વિગત પણ, જે ફિલ્મમાં દર્શાવવામાં આવી હતી, તે નાટકમાં મારા ચિત્રણમાંથી ઉધાર લેવામાં આવી હતી,” એમ નાસિરે કહ્યું.”ર્કભી અલવિદા ના કહેર્ના મૂળભૂત રીતે જાણીતા લેખક મુસ્તાનસર હુસૈન તરાર દ્વારા લખાયેલી ‘પરવાઝ’ની વાર્તા પર આધારિત હતી. શાહરૂખ ખાને તેની પ્રેરણા માટે યોગ્ય શ્રેય આપવો જાઈએ,” તૌકીર નાસિરે કહ્યું. નાસિરે એક ડગલું આગળ વધીને ફિલ્મ નિર્માતા કરણ જાહરને તેમની પ્રેરણા માટે અને મુસ્તાનસર હુસૈન તરારને યોગ્ય શ્રેય ન આપવાનો પણ આરોપ કર્યો હતો. “કભી અલવિદા ના કહેના”, ૨૦૦૬ માં રિલીઝ થયેલી એક રોમેન્ટક ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, રાની મુખર્જી, પ્રીતિ ઝિન્ટા અને કિરોન ખેર પણ લીડ રોલમાં જાવા મળ્યા હતા.