પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક ૧૧ વર્ષના હિંદુ કિશોર સાથે શ્રુષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે. આ કિશોર સાથે યૌન શોષણ કર્યા બાદ નિર્દયતા થી હત્યા કરવામાં આવી હતી. છોકરાના પરિવારજનોએ જણાવ્યું કે તે શુક્રવારે સાંજે ગુમ થઈ ગયો હતો અને શનિવારે તેનો મૃતદેહ પ્રાંતના ખૈરપુર મીર વિસ્તારના બાબરલોઈ શહેરમાં એક નિર્જન મકાનમાંથી મળી આવ્યો હતો.
એક્સપ્રેસ ટ્રિબ્યુને કિશોરના સંબંધી રાજ કુમારને ટાંકીને જણાવ્યું હતું કે, “આખો પરિવાર ગુરુ નાનકની જન્મજયંતિની ઉજવણીમાં વ્યસ્ત હતો. બાળક કેવી રીતે ગુમ થયું તે અમને ખબર નથી. તે રાત્રે ૧૧ વાગ્યે ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.” બાબરલોઈ પોલીસ સ્ટેશનના એસએચઓએ જણાવ્યું હતું કે ગુનેગારોએ છોકરાનું યૌન શોષણ કર્યા બાદ તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. એસએચઓએ કહ્યું, “અમે બે લોકોની ધરપકડ કરી છે, જેમાંથી એકે પોતાનો ગુનો કબૂલ કર્યો છે.”
સુક્કુરના ચાઈલ્ડ પ્રોટેક્શન ઓથોરિટીના ઝુબેર મહારે જણાવ્યું કે સગીરના શરીર પર યૌન શોષણના નિશાન પણ છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં રાજ્યમાં આ પ્રકારની બીજી ઘટના છે.” થોડા સમય પહેલા, સુક્કુર જિલ્લાના સાલેહ પાટ ખાતેથી હિન્દુ સમુદાયની એક સગીર છોકરી ગુમ થઈ ગઈ હતી. પોલીસે તેણીને શોધવા માટે ૨૫ લાખ રૂપિયાના ઈનામની જોહેરાત પણ કરી હતી, પરંતુ તે બધું વ્યર્થ ગયું.