પાકિસ્તાનમાં સેમસંગ કંપની સામે ભારે રોષ ફાટી નિકળ્યો છે.કરાચીમાં આવેલા એક મોલમાં સેમસંગ કંપનીના કર્મચારીઓ પર ધાર્મિક અપમાનનો આરોપ મુકવામાં આવ્યો હતો અને તે પછી ટોળાએ કંપનીના હો‹ડગોની તોડફોડ કરી હતી.
બેકાબૂ બની રહેલા લોકોને શાંત પાડવા માટે પોલીસે કંપનીના ૨૭ કર્મચારીઓની ધરપકડ કરી છે.તેમના પર આરોપ છે કે, મોલમાં સેમસંગ કંપનીનુ વાઈ ફાઈ ડિવાઈસ ઈન્સ્ટોલ કરવામાં આવ્યુ હતુ અને તેના ક્યૂ આર કોડને લઈને બબાલ શરુ થઈ હતી.
દરમિયાન લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા.લોકોને મોબાઈલ કંપનીના બિલબોર્ડ પર બનેલા ક્યુ આર કોડ સામે વાંધો હતો અને લોકોનુ કહેવુ હતુ કે, તેનાથી અલ્લાહનુ અપમાન થઈ રહ્યુ છે. એ પછી એક નવી વાત ફેલાઈ હતી કે, સેમસંગના કર્મચારી દ્વારા વાઈ ફાઈ નેટવર્કને ધર્મનુ અપમાન થાય તેવુ નામ આપવામાં આવ્યુ છે. લોકોએ કરાચીમાં ઠેર ઠેર આગચંપી પણ કરી હતી .પોલીસે એ પછી તમામ વાઈ ફાઈ બંધ કરાવી દીધા હતા. દરમિયાન સેમસંગ કંપનીએ આ મામલે માફી માંગી લીધી છે .બીજી તરફ પોલીસે ૨૭ કર્મચારીઓની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરુ કરી છે.