(એ.આર.એલ),ઇસ્લામાબાદ,તા.૧૩
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક સગીર હિંદુ છોકરીનું અપહરણ કરીને તેના એક વૃદ્ધ સાથે લગ્ન કરવાનો મામલો સામે આવ્યો છે.આ વિશે માહિતી આપતા હિન્દુ સમુદાયના સભ્યોએ જણાવ્યું હતું કે યુવતીને બળજબરીથી ઇસ્લામમાં પરિવર્તિત કરવામાં આવી હતી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક દિવસ અગાઉ હૈદરાબાદમાંથી અપહરણ કરાયેલી અન્ય સગીર હિન્દુ છોકરીને એક વર્ષ લાંબી અગ્નપરીક્ષા પછી બુધવારે કોર્ટના આદેશ પર તેના પરિવારને પરત કરવામાં આવી. પાકિસ્તાનમાં દર વર્ષે ડઝનબંધ હિંદુ છોકરીઓના અપહરણ અને બળજબરીથી લગ્ન કરવાના ઘણા કિસ્સાઓ સામે આવે છે.
પાકિસ્તાન દરાવર ઇત્તેહાદ સંગઠનના વડા શિવા ફકીર કાચીએ જણાવ્યું હતું કે ૧૬ વર્ષની છોકરીનું બુધવારે તેના ગામ હંગુરુમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેના લગ્ન એક મોટી ઉંમરના વ્યક્ત સાથે બળજબરીથી કરવામાં આવ્યા હતા. આ વ્યક્તએ બળજબરીથી યુવતી પાસે ઇસ્લામ ધર્મ કબૂલ કરાવ્યો હતો. તેણે જણાવ્યું કે યુવતીના માતા-પિતાને પણ તેને મળવાની મંજૂરી નહોતી. કાચીએ કહ્યું, ‘છોકરીને સમુરા વિસ્તાર પાસેની એક મદરેસામાં લઈ જવામાં આવી હતી અને તેના લગ્ન કરવામાં આવ્યા હતા. ગુરુવારે જ્યારે માતા-પિતા તેને જાવા માટે મદરેસામાં ગયા ત્યારે મૌલવીએ તેમને અંદર જવા દેવાની ના પાડી દીધી હતી.કાચીએ કહ્યું કે, ‘હિંદુ પરિવારો માટે તે હવે રોજિંદી ઘટના બની ગઈ છે કે તેમની યુવાન પુત્રીઓ અને બહેનોને બળજબરીથી આ સ્થળોએ લઈ જવામાં આવે છે અને મુસ્લમ પુરુષો સાથે લગ્ન કરવામાં આવે છે.’ ગયા વર્ષે હૈદરાબાદમાંથી એક યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી એક મુસ્લમ પુરુષ સાથે લગ્ન કરવી દેવામાં આવ્યા હતા. પછી તે પરિવારે ઇસ્લામ સ્વીકાર્યો હતો. કાચીએ કહ્યું કે પાકિસ્તાનમાં મોટાભાગના હિંદુ પરિવારો ગરીબ છે, તેથી તેમની મહિલાઓ કટ્ટરપંથીના નિશાને છે.કાચીએ વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે હિંદુ મહિલાઓનું અપહરણ કરવામાં આવે છે, ત્યારે સરકારી તંત્રના સમર્થનના અભાવને કારણે તેમના પરિવારોને તેમની પરત ફરવાની ખાતરી કરવામાં પડકારોનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે હિંદુ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી તેમની સંસ્થા અપહરણ કરાયેલી કિશોરીને પરત મેળવવા માટે કાયદાકીય સહારો લે છે. પાકિસ્તાનમાં દર વર્ષે લઘુમતી સમુદાયની ડઝનબંધ છોકરીઓનું અપહરણ કરીને તેમનું ધર્મપરિવર્તન જ નહીં પરંતુ તેમના લગ્ન પણ બળજબરીથી કરાવવામાં આવે છે.