પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં, લોકોનાં ટોળાએ, ચોરી કરવાનો આરોપ લગાવીને, એક કિશોરી સહિત ચાર મહિલાઓનાં કપડા ઉતારી, અને તેમને રસ્તાઓ પર ખેંચી ઢોર માર માર્યો હતો. આ ઘટના લાહોરથી લગભગ ૧૮૦ કિલોમીટર દૂર ફૈસલાબાદમાં બની હતી.
સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં એક કિશોરી સહિત ચાર મહિલાઓ તેમના શરીરને ઢાંકવા માટે આસપાસનાં લોકોને વિનંતી કરતી જાવા મળી હતી પરંતુ તેમને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. મહિલાઓ રડતી જાવા મળી હતી અને લોકોને વિનંતી કરી રહી હતી કે તેમને જવા દો પરંતુ કોઈ ફાયદો થયો નહીં. તેઓને એક કલાક સુધી નગ્ન અવસ્થામાં રસ્તા પર પરેડ કરાવવામાં આવી હતી. આ ઘટનાનાં કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પંજાબ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. તેમણે કહ્યુ કે, “અમે આ કમનસીબ ઘટનાનાં સંબંધમાં પાંચ લોકોની ધરપકડ કરી છે,” પંજાબ પોલીસનાં પ્રવક્તાએ મંગળવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું. કાયદાની સંબંધિત જાગવાઈઓ હેઠળ ૫ શંકાસ્પદ અને અન્ય કેટલાક વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી છે.
તેમણે કહ્યું કે, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને સંડોવાયેલા તમામ આરોપીઓને ન્યાયનાં કઠેડામાં લાવવામાં આવશે. ફરિયાદમાં મહિલાઓએ કહ્યું છે કે, ‘અમે તરસ્યા હતા અને અમે ઉસ્માન ઇલેÂક્ટ્રક સ્ટોરની અંદર ગયા અને પાણીની બોટલ માંગી. પરંતુ તેના માલિક સદ્દામે અમારા પર ચોરીનાં ઈરાદાથી દુકાનમાં ઘુસ્યાનો આરોપ લગાવ્યો હતો. સદ્દામ અને અન્ય લોકોએ અમને માર મારવાનું શરૂ કર્યું. પછી તેમણે નગ્ન કરીને ખેંચી અને માર માર્યો. તેમણે અમારા કપડા ઉતાર્યા બાદ અમારો વીડિયો પણ બનાવ્યો. ભીડમાંથી કોઈએ આ અત્યાચારને રોકવા માટે ગુનેગારો સામે ન પડ્યું અને આ કૃત્યને રોકવાનો પ્રયાસ ન કર્યો.