પાકિસ્તાનમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે અત્યાર સુધીમાં ૮૬ લોકોનાં મોત થયા છે, જ્યારે ૧૫૧ લોકો ઘાયલ છે. જેમાંથી છેલ્લાં ૨૪ કલાકમાં ૬ લોકોનાં મોત થયા છે. મૃતકોમાં ૧૬ મહિલાઓ અને ૩૭ બાળકોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગની આફત વચ્ચે ૯૭ મકાનો પણ ધરાશાયી થયા છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સંબંધિત વિભાગોને લોકોની સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરવા સૂચના આપી છે. ન્યૂઝ વેબસાઈટ ડાન અનુસાર, ભારત તરફથી આવતા પાણીના પ્રવાહને કારણે પાકિસ્તાનમાં સતલજ નદીનું જળસ્તર ૧૬ ફૂટ વધી ગયું છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પાકિસ્તાનમાં ૭૫% સુધી પૂરની સંભાવના વ્યક્ત કરી છે. આ કારણે હવામાનની ગતિવિધિ પર નજર રાખવા માટે ૧૭ સેટેલાઇટ, ૩૬ વો‹નગ સિસ્ટમથી હવામાનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.એનડીએમએના અધ્યક્ષે કહ્યું છે કે જા ગત વર્ષની જેમ પાકિસ્તાનમાં પૂરથી તબાહી મચશે તો દેશની અર્થવ્યવસ્થાની હાલત ખરાબ થઈ શકે છે. પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો છે. પંજાબમાં ૫૨ જ્યારે ખૈબર પખ્તુનખ્વામાં અત્યાર સુધીમાં ૨૦ લોકોનાં મોત થયા છે.
ડાનના અહેવાલ મુજબ, ભારતે સોમવારે સવારે ૩ઃ૪૭ વાગ્યે પંજાબના ફિરોઝપુરમાંથી ૬૫,૦૦૦ ક્યુસેક પાણી છોડ્યું છે. જે ૧૯ કલાકમાં પાકિસ્તાનના કાસુર જિલ્લામાં પહોંચી જશે. દ્ગડ્ઢસ્છએ રાવી, ચેનાબ અને સતલજમાં પૂર જેવી સ્થિતિ અંગે માહિતી આપી છે.આ દરમિયાન લોકોને બચાવવા માટે મોટર બોટ તૈનાત કરવામાં આવી છે. આ સાથે આ વિસ્તારમાં અનેક રાહત શિબિરો પણ બનાવવામાં આવી છે. વિસ્તારના આસિસ્ટન્ટ કમિશનરના જણાવ્યા અનુસાર ૨૪ કલાકમાં નદી કિનારે આવેલા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે. ડોન અનુસાર, ભારતે ગયા વર્ષે ૧,૭૨,૦૦૦ ક્યુસેક પાણી છોડ્યું હતું. આ વખતે ભારતે અત્યાર સુધીમાં ૧,૮૨,૦૦૦ ક્યુસેક પાણી છોડ્યું છે.
૨૦૨૨માં આવેલા પૂરે આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહેલા પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું હતું. પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે પૂરની અસરોનો સામનો કરવા માટે વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ યુએનના વડાની મદદ લેવી પડી હતી.
યુએનએ પોતાના અનુમાનમાં કહ્યું હતું કે પૂરથી થયેલી ભયાનક તબાહીનો સામનો કરવા માટે પાકિસ્તાનને વર્ષ ૨૦૨૩માં ૪ લાખ કરોડ રૂપિયાની મદદની જરૂર પડશે, જેના માટે તે સંપૂર્ણપણે અન્ય દેશો પાસેથી મળતી મદદ પર નિર્ભર રહેશે. પૂરના કારણે પાકિસ્તાનને ૩૦ અબજ ડોલરથી વધુનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે.