પાકિસ્તાન પોતાના જ દુષ્કૃત્યોના પરિણામોનો સામનો કરી રહ્યું છે. દુશ્મન દેશ પાકિસ્તાન આતંકવાદના પડછાયા હેઠળ છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ચાર આત્મઘાતી બોમ્બર સહિત પચીસ આતંકવાદીઓ માર્યા ગયા. માર્યા ગયેલા તમામ આતંકવાદીઓ અફઘાનિસ્તાનથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, એમ પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું.પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ સાથેની અથડામણમાં પાંચ સુરક્ષા કર્મચારીઓ પણ માર્યા ગયા હતા. ઉત્તર વઝીરિસ્તાન અને કુર્રમ જિલ્લામાં હાથ ધરાયેલા બે ઓપરેશનમાં સુરક્ષા દળોએ શસ્ત્ર અને વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કર્યો. સુરક્ષા દળોએ કુર્રમ જિલ્લામાં ગાકી અને ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં સ્પીનવામ નજીક અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓના બે મોટા જૂથોની હિલચાલ શોધી કાઢી.સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સૈનિકોએ આતંકવાદીઓના આ જૂથોનો અસરકારક રીતે સામનો કર્યો અને ૧૫ ખાવરીજને મારી નાખ્યા, જેમાં ફિત્ના અલ-ખાવરીજ સાથે જાડાયેલા ચાર આત્મઘાતી બોમ્બરનો સમાવેશ થાય છે.ગયા વર્ષે, પાકિસ્તાની સરકારે પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) ને ફિત્ના અલ-ખાવરીજ તરીકે સૂચિત કર્યું હતું, જે ઇસ્લામિક ઇતિહાસમાં હિંસામાં સામેલ એક જૂથનો સંદર્ભ છે.નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે તે જ દિવસે, કુર્રમ જિલ્લામાં ગાકીમાં ઘૂસણખોરી કરતી વખતે ૧૦ વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ આતંકવાદીઓ પાસેથી શાસ્ત્ર, દારૂગોળો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં આતંકવાદી હુમલાઓમાં વધારો જાવા મળ્યો છે. ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ પ્રચલિત છે, જેમાં આતંકવાદીઓ મોટાભાગે પોલીસ, કાયદા અમલીકરણ કર્મચારીઓ અને સુરક્ષા દળોને નિશાન બનાવે છે. પ્રતિબંધિત ટીટીપી દ્વારા સરકાર સાથે ૨૦૨૨ ના યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યા પછી આતંકવાદી હુમલાઓમાં આ વધારો થયો છે. ગયા અઠવાડિયે, સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વામાં અનેક કાર્યવાહી દરમિયાન ૩૪ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.









































