પાકિસ્તાનમાં વધતી જતી આતંકવાદી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, શરીફ સરકારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી શરૂ કરી છે. પાકિસ્તાની સેના અને સુરક્ષા દળોએ સોમવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી શરૂ કરી. આ કાર્યવાહીમાં ઓછામાં ઓછા છ આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે એક સુરક્ષા કર્મચારી પણ માર્યો ગયો. આ કાર્યવાહી દરમિયાન ઘણા અન્ય આતંકવાદીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓ સામેનું ઓપરેશન અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી જિલ્લાના સોરન પાસ વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં આતંકવાદીઓને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે. ઓપરેશન વિશે વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ સુરક્ષાકર્મચારીઓ પણ ઘાયલ થયા હતા.ખૈબર પખ્તુનખ્વા ઉપરાંત, પંજાબ પ્રાંતમાં આતંકવાદીઓ સામે એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન બાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓને પકડવા માટે પંજાબમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પંજાબ કાઉન્ટર-ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લાહોર, ફૈસલાબાદ અને બહાવલપુરમાં ગુપ્તચર માહિતી આધારિત ઓપરેશન દરમિયાન આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. નિવેદન અનુસાર, આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં શસ્ત્રો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા.પંજાબ કાઉન્ટર-ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે એવો પણ દાવો કર્યો હતો કે આતંકવાદીઓ એક મોટું કાવતરું ઘડી રહ્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓ લોકોમાં નફરત ફેલાવવા માટે ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓએ ધાર્મિક સ્થળોનું વિડિયો રેકો‹ડગ કર્યું હતું. ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી સાત આઇઇડી બોમ્બ, બે ડેટોનેટર, વિસ્ફોટક સામગ્રી, હથિયારો, મોબાઇલ ફોન અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.ઈસ્લામાબાદ સ્થીત સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્્યુરિટી સ્ટડીઝના ગયા અઠવાડિયે એક અહેવાલ મુજબ, પાકિસ્તાન આતંકવાદનો સામનો કરી રહ્યું છે. ૨૦૨૫ માં આતંકવાદી ઘટનાઓમાં પાછલા વર્ષની સરખામણીમાં ૨૫ ટકાનો વધારો થયો છે, જેમાં ખૈબર પખ્તુનખ્વા સૌથી વધુ પ્રભાવિત પ્રાંત છે. સરકારનું કહેવું છે કે નવેમ્બર ૨૦૨૨ માં યુદ્ધવિરામ કરાર સમાપ્ત થયો ત્યારથી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સતત આતંકવાદી હુમલાઓ કરી રહ્યું છે.








































