પાકિસ્તાનની સીમા હૈદર અને ભારતના સચિનની લવ સ્ટોરી હજુ શાંત પડી નથી ત્યાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળમાંથી વધુ એક રસપ્રદ લવ સ્ટોરી સામે આવી છે. પણ આ કહાની સીમા હૈદરથી એકદમ અલગ છે. દેશની બોર્ડર પાર કરીને આવેલી છોકરી પાકિસ્તાન નહીં પણ બાંગ્લાદેશની છે. સીમા હૈદર સચિન સાથે લગ્ન કરીને સુખી જીવન જીવવા માગે છે, તો વળી બાંગ્લાદેશથી આવેલી યુવતીને પ્રેમમાં દગો મળ્યો છે અને આ યુવતીને હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
હકીકતમાં જોઈએ તો, બાંગ્લાદેશથી આવેલી ૨૧ વર્ષિય સપલા અખ્તરની આ કહાની છે. સપલા પાડોશી દેશ બાંગ્લાદેશના મયમનસિંહ જિલ્લાના ફુલપુર વિસ્તારની રહેવાસી છે. સ્વયંસેવી સંસ્થાની મદદથી પોલીસે તેને સિલીગુડીમાંથી ધરપકડ કરી છે. કોર્ટમાં હાજર થયા બાદ ગેરકાયદેસર રીતે ઘુસવાના આરોપમાં જેલમાં મોકલી દીધી છે. સમાચાર એવા મળ્યા છે કે, સપલા અઢી મહિના પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી ચુકી હતી. છોકરીએ પોલીસને જણાવ્યું કે, તે પોતાના પ્રેમી સાથે મળવા અહીં આવી હતી. પણ પ્રેમીએ મળ્યાના થોડા દિવસ બાદ જાણવા મળ્યું કે, તેનો પ્રેમી તેને નેપાળમાં વેચવાનું ષડયંત્ર બનાવી રહ્યો હતો. જેમ તેમ કરીને તેનાથી બચીને આ યુવતી સિલીગુડી રેલ્વે સ્ટેશન પહોંચી, જ્યાં તેની ધરપકડ થઈ ગઈ.
છોકરીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા દ્વારા તેને સિલીગુડીના એક શખ્સ સાથે પ્રેમ થઈ ગયો હતો. કેમ કે તેની પાસે ભારત આવવા માટે પુરતા દસ્તાવેજા નહોતો, તો તેણે જીવ જોખમમાં નાખીને પ્રેમીને મળવા સિલીગુડી આવી પહોંચી. ત્યાંથી તેનો પ્રેમી તેને બેંગલુરુ લઈ ગયો. થોડા દિવસ બાદ યુવક ગાયબ થઈ ગયો. છોકરીએ પોલીસને જણાવ્યું કે, તેનો પ્રેમી તેને દેહવેપારમાં ધકેલવાનું ષડયંત્ર રચી રહ્યો છે. જેવી પ્રેમીની સચ્ચાઈ સામે આવી તે, યુવતીએ ભાગીને સિલીગુડી રેલવે સ્ટેશને આવી પહોંચી.
સિલીગુડી રેલ્વે સ્ટેશન પર સ્વયંસેવી સંસ્થાએ તેને સંદિગ્ધ હાલતમાં ફરતા પકડી પાડી. સંસ્થાએ તેને પોલીસને હવાલે કરી દીધી. પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસવાના આરોપસર ધરપકડ કરી લીધી. ગુરુવારે સિલીગુડી કોર્ટમાં હાજર થયા બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવી. પોલીસ છોકરીની વાત પર હવે યુવકની શોધખોળ કરી રહી છે.