પાકિસ્તાનની જેલોમાં બંધ ગુજરાતના માછીમારોને કેદમુક્ત કરાવવા યુવા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા અને પ્રદેશ મહામંત્રી અજય શિયાળ દ્વારા રાષ્ટ્રપતિને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. માછીમારોને ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતું હોય, અને તેઓ આ બાબતે કોને રજૂઆત કરવી તે પણ જાણતા ન હોય, જેથી આવા પરિવારોની મુશ્કેલી સમજી આ માછીમારો વહેલી તકે માદરે વતન પહોંચે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે.