Official portrait of President Donald J. Trump, Friday, October 6, 2017. (Official White House photo by Shealah Craighead)

પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે ઓપરેશન સિંદૂરના મામલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યસ્થીના દાવા પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે પોતે સ્વીકાર્યું હતુ કે ઓપરેશન સિંદૂર દરમિયાન યુદ્ધવિરામનો પ્રસ્તાવ અમેરિકા દ્વારા આવ્યો હતો, પરંતુ ભારતે તે સ્વીકાર્યો નહોતો. પાકિસ્તાનના વિદેશ પ્રધાન અને નાયબ વડાપ્રધાન ઇશાક ડારના નિવેદનથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફરી પોલ ખુલી હતી. એક કાર્યક્રમમાં ઇશાક ડારે સાર્વજનિક રીતે જણાવ્યું હતુ કે ભારત ક્યારેય કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી માટે તૈયાર થયું નથી. ડારે ખુલાસો કર્યો હતો કે જ્યારે પાકિસ્તાને અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોને ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી વિશે પૂછ્યું, ત્યારે રૂબિયોએ સ્પષ્ટ કહ્યું હતુ કે ભારતે હંમેશા આ મુદ્દાને દ્વિપક્ષીય (બે દેશો વચ્ચેનો) મામલો ગણાવ્યો હતો. ડારે વધુમાં કહ્યું કે પાકિસ્તાનને ત્રીજા પક્ષની મધ્યસ્થીથી કોઈ વાંધો નથી, પરંતુ ભારત હંમેશા કહે છે કે આ દ્વિપક્ષીય મામલો છે. તેમણે જણાવ્યુંઃ અમે ત્રીજા પક્ષની ભાગીદારીથી ખચકાતા નથી, પરંતુ ભારત વારંવાર કહે છે કે આ દ્વિપક્ષીય મુદ્દો છે. જ્યારે સીઝફાયર (યુદ્ધવિરામ)નો પ્રસ્તાવ રૂબિયો દ્વારા આવ્યો હતો, ત્યારે અમને ખાતરી આપવામાં આવી હતી કે ભારત સાથે વાતચીત થશે, પરંતુ પાછળથી કહેવામાં આવ્યું કે ભારતે ઇનકાર કરી દીધો છે. ડારે કહ્યું કે પાકિસ્તાનને દ્વિપક્ષીય વાતચીતથી પણ કોઈ વાંધો નથી, પરંતુ વાતચીત વ્યાપક હોવી જોઈએ. તેમાં આતંકવાદ, વેપાર, અર્થતંત્ર, જમ્મુ-કાશ્મીર, અને એવા તમામ વિષયો પર ચર્ચા થવી જોઈએ જેના પર બંને દેશો વાતચીત કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે કહ્યું, અમે કોઈ વસ્તુની ભીખ નથી માંગી રહ્યા. જો કોઈ દેશ વાતચીત કરવા માંગે છે, તો અમને આનંદ થશે અને અમે તેનું સ્વાગત કરીએ છીએ. અમે શાંતિપ્રિય દેશ છીએ. અમારું માનવું છે કે વાતચીત જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે, પરંતુ સ્પષ્ટ છે કે વાતચીત માટે બંને પક્ષની ઈચ્છા હોવી જરૂરી છે. તેથી, જ્યાં સુધી ભારત વાતચીત કરવા તૈયાર નહીં થાય, ત્યાં સુધી આ શક્ય નથી. ઇશાક ડારે દાવો કર્યો કે પાકિસ્તાને ભારત સાથે વાતચીત માટે ઘણીવાર પહેલ કરી છે. તેમણે કહ્યું કે ૧૦ મેના રોજ સવારે ૮ઃ૧૭ વાગ્યે અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોએ તેમને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક નિષ્પક્ષ સ્થળે વાતચીત થશે. પરંતુ ૨૫ જુલાઈના રોજ જ્યારે વોશિંગ્ટનમાં રૂબિયો સાથે તેમની મુલાકાત થઈ, ત્યારે રૂબિયોએ કહ્યું કે ભારતે આને માત્ર દ્વિપક્ષીય મામલો ગણાવીને ત્રીજા પક્ષની કોઈપણ ભૂમિકાનો ઇનકાર કરી દીધો હતો