પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન કોરોના પીડિતોની મદદ કરવાના નામ પર પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. આ વાત સામે આવી છે કે એમણે અસરગ્રસ્તો માટે ઉપલબ્ધ રકમમાં હેરાફેરી કરી છે. કોરોના મહામારીને લઇ ખર્ચ પર એક ઓડિટ રિપોર્ટ તૈયાર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાહતના નામ પર મોટા પાયદાન પર ભ્રષ્ટાચાર થયો છે. રિપોર્ટમાં નાણાકીય અનિયમિતતા સાથે સાથે લોકોના ખાવા માટે અનુપયુક્ત ભોજનના વિતરણની પણ વાત કહેવામાં આવી છે.

રિપોર્ટ કહે છે કે પાકિસ્તાન સરકાર દ્વારા કોરોના વાયરસ મહામારી દરમિયાન કરવામાં આવેલ ખર્ચ પર પાંચ જરૂરી વસ્તુ ખાંડ, લોટ, ટેલ, ઘી અને ચોખાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકારી હસ્તક્ષેપમાં અનિયમિતતા દેખાઈ છે.રિપોર્ટ અનુસાર જણાવ્યું કે સરકારી ઓડિટર જનરલે કહ્યું કે આ કૌભાંડ મહામારીના પ્રભાવથી નિપટવા માટે કરેલા સંઘર્ષ માટે જરૂરતમંદ અને ચિકિત્સક કર્મચારીઓની મદદ કરવા માટે પÂબ્લકના પૈસાની ચોરીનો મામલો સ્પષ્ટ છે.

રિપોર્ટ અનુસાર, અબજા રૂપિયાનું આ કૌભાંડ ઘણું મોટું હોઈ શકે છે, કદાચ તેથી જ ઈમરાન ખાન સરકારે સરકારી ઓડિટ સંસ્થાને સંબંધિત કાગળો આપવાનો ઈન્કાર કરી દીધો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કદાચ પાકિસ્તાનના પીએમનું સૌથી મોટું કૌભાંડ હોઈ શકે છે. રિપોર્ટમાં ખોટી ખરીદી, અયોગ્ય લાભાર્થીઓને ચૂકવણી, નકલી બાયોમેટ્રિક્સ દ્વારા રોકડ ઉપાડ અને ઉપયોગ માટે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓની ખરીદીનો ખુલાસો થયો છે.તે જ સમયે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ પણ ઇમરાન ખાન સરકાર પર ઓડિટ માટે કોરોના રોગચાળા રાહત પેકેજ પરના ખર્ચનો ખુલાસો કરવા દબાણ કર્યું છે. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાન પહેલાથી જ ભ્રષ્ટાચારને લઈને વિપક્ષના નિશાના પર છે. હવે વિપક્ષને તેમના પર નિશાન સાધવાનો વધુ એક મોકો મળ્યો છે. વિપક્ષી પાર્ટીઓ પણ કહી રહી છે કે ઈમરાન સરકાર કોરોના મહામારીનો સામનો કરવામાં નિષ્ફળ રહી છે.