પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની હાલત નાજુક છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી કેન્સરની બીમારીથી લડી રહ્યા છે. તે હાલમાં દુબઈની હોસ્પિટલમાં દાખલ છે. તેમને ઘણા દિવસોથી વેÂન્ટલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. જોકે આ બાબતને, પરિવારજનોએ નકારી કાઢી છે.જો કે પરિવારે પ્રાર્થના કરવાની વિનંતી કરી છે. ૭૮ વર્ષીય મુશર્રફે ૧૯૯૯ થી ૨૦૦૮ સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકેની સેવા આપી છે. ૧૯૯૯ માં, નવાઝ શરીફના બળવા પછી તેઓ દેશના ૧૦મા રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમણે મહાભિયોગ ટાળવા માટે ૨૦૦૮માં રાજીનામું આપ્યું હતું.
મુશર્રફ માર્ચ ૨૦૧૬માં સારવાર માટે દુબઈ ગયા હતા, ત્યાર બાદ તેઓ ક્યારેય પાકિસ્તાન પરત ફર્યા નથી. ૧૭ ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ, એક વિશેષ બેંચે મુશર્રફને રાજદ્રોહના કેસમાં મૃત્યુદંડની સજો સંભળાવી હતી. એક ઈન્ટરવ્યુમાં મુશર્રફે કહ્યું હતું કે, તેઓ કોર્ટનો આદર કરતા કેસોનો સામનો કરવા ચોક્કસપણે પાછા આવશે, પરંતુ બાદમાં તેમણે પાછા ફરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. માર્ચ ૨૦૧૮માં પાકિસ્તાન કોર્ટના આદેશ બાદ તેમનો પાસપોર્ટ અને ઓળખ કાર્ડ પણ રદ્દ કરી દેવામાં આવ્યું હતું.
૧૯૯૯માં જ્યારે ભારતે કારગીલ યુદ્ધ જીત્યું ત્યારે તેઓ પાકિસ્તાની સેનાના વડા હતા. મુશર્રફે કારગીલમાં ઘૂસણખોરીની યોજના બનાવી હતી. કહેવાય છે કે ખુદ નવાઝ શરીફને પણ આ ષડયંત્રની જોણ નહોતી કરવામા આવી. આ પછી પણ ભારતે પરવેઝ મુશર્રફના સૈન્ય શાસન દરમિયાન કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે વાતચીત શરૂ કરી હતી. જુલાઈ ૨૦૦૧માં ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને મુશર્રફ આગ્રામાં મળ્યા હતા. આગ્રા સમિટમાં મુશર્રફના હઠીલા વલણને કારણે કાશ્મીરનો ઉકેલ મળી શક્યો ન હતો.