(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૩
પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઘણીવાર ફિક્સંગના આરોપોમાં ઘેરાયેલા જાવા મળે છે. હવે ફરી એકવાર પાકિસ્તાનના એક મોટા ક્રિકેટ લેજેન્ડે તેના પર ફિક્સંગનો આરોપ લગાવ્યો છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીએ ફિક્સંગના આરોપો લગાવ્યા છે અને પુરાવા આપવા પણ કહ્યું છે. દિગ્ગજ ક્રિકેટરના આ નિવેદનથી ફરી એકવાર ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
બાસિત અલીએ પાકિસ્તાની ઓલરાઉન્ડર અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના પૂર્વ પતિ શોએબ મલિક પર ફિક્સંગનો આરોપ લગાવ્યો છે. ફિક્સંગનો આરોપ લગાવતા બાસિતે કહ્યું, ‘જે વ્યક્ત પોતાના દેશ વિશે નથી વિચારતો તેણે ફિક્સંગ ન કરવું જાઈએ. જે માને છે કે, હું જાણી જાઈને આ મેચ હારી ગયો તેને મેન્ટર ન બનાવવો જાઈએ. પુરાવાની જરૂર પડશે તો હું આપીશ. રમીઝ રાજા સાહેબે શોએબ મલિકનો ઈન્ટરવ્યુ લીધો હતો અને તેમાં શું કહ્યું હતું?
આ કોઈ નવો મામલો નથી જ્યારે પાકિસ્તાની ક્રિકેટરો પર મેચ ફિક્સંગનો આરોપ લાગ્યો છે, આ પહેલા પણ ઘણા પાકિસ્તાની ક્રિકેટરો મેચ ફિક્સંગના મામલામાં સંડોવાયેલા છે. પાકિસ્તાની ક્રિકેટર સલીમ મલિક પર પણ મેચ ફિક્સંગ માટે આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, આ સાથે મોહમ્મદ આમીર, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલમાન બટ્ટ પર પણ મેચ ફિક્સંગના આરોપમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફ, દાનિશ કનેરિયા અને મોહમ્મદ ઈરફાન પર સ્પોટ ફિક્સંગનો આરોપ છે.
આ વખતે ચેમ્પયન્સ વન-ડે કપ પાકિસ્તાનમાં રમાઈ રહ્યો છે. સ્ટેલિયન્સ ટીમે આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શોએબ મલિકને પોતાનો મેન્ટર બનાવ્યો છે. આ ટૂર્નામેન્ટ ૧૨ સપ્ટેમ્બરથી શરૂ થઈ છે, જે ૨૯ સપ્ટેમ્બરે વિજેતાની સાથે સમાપ્ત થશે. હવે બાસિત અલીએ શોએબ પર ફિક્સંગનો આરોપ લગાવ્યો છે. જે પોતાનામાં શરમજનક વાત છે.