ભારત અને પાકિસ્તાનના સંબંધોથી સમગ્ર વિશ્વ વાકેફ છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાન હંમેશા કાશ્મીરી લોકો માટે પોતાનો ખોટો પ્રેમ દર્શાવે છે. દરમિયાન, પાકિસ્તાનના ટોચના નેતાઓએ કાશ્મીરી લોકોને તેમના રાજદ્વારી અને રાજકીય સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.
પાકિસ્તાનના રાષ્ટ્રીપતિ આસિફ અલી ઝરદારી અને વડાપ્રધાન શાહબાઝ શરીફે કાશ્મીરના લોકો માટે સંદેશ જારી કર્યો છે. પાકિસ્તાનના સરકારી રેડિયો અનુસાર, ઝરદારીએ કાશ્મીરી લોકોના ન્યાયી કારણ માટે પાકિસ્તાનના અતૂટ નૈતિક, રાજદ્વારી અને રાજકીય સમર્થનની પુનઃપુષ્ટિ કરી.
વડાપ્રધાન શાહબાઝ શરીફે સંદેશમાં કહ્યું કે ૭૭ વર્ષ પહેલા આ દિવસે ભારતીય સેના શ્રીનગરમાં ઉતરી હતી. ત્યારથી, ભારતે કાશ્મીરી લોકોની પોતાની નિયતિ નક્કી કરવાની ઈચ્છાઓને દબાવી દીધી છે. આ સાથે શરીફે કહ્યું કે ભારતે પાકિસ્તાનને વારંવાર કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો “દેશનો અભિન્ન અંગ હતા, છે અને રહેશે.
તમને જણાવી દઈએ કે ભારતે ૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરી, જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જા ખતમ કર્યા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ.