બેઇજિંગમાં મળેલા ઠંડા પ્રતિભાવ દર્શાવે છે કે ચીન-પાકિસ્તાન સંબંધોમાં થોડી કડવાશ આવી છે
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારની ૩ દિવસની ચીન મુલાકાતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ચીનની રાજધાની બેઇજિંગના એરપોર્ટ પર તેમનું સ્વાગત ખૂબ જ ઉદાસીન હતું, જ્યાં કોઈ વરિષ્ઠ ચીની અધિકારી કે મંત્રી તેમનું સ્વાગત કરવા આવ્યા ન હતા. ઘટનાસ્થળે ફક્ત થોડા જુનિયર અધિકારીઓ હાજર હતા, જેના કારણે પાકિસ્તાની સોશિયલ મીડિયા પર ડારની ભારે મજાક ઉડાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં એવા કેટલાક અહેવાલો આવ્યા હતા કે ચીન ગુસ્સે છે કારણ કે પાકિસ્તાન ભારત સાથે યુદ્ધવિરામ માટે અમેરિકાનો સંપર્ક કરી રહ્યું છે.
જ્યારે ઇશાક ડારના ચીન આગમનનો વીડિયો પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા એકસ પર પોસ્ટ કરવામાં આવ્યો, ત્યારે તેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી. પાકિસ્તાની સોશિયલ મીડિયા યુઝર્સે ચીન દ્વારા તેમના નાયબ વડા પ્રધાનનું સ્વાગત કરવાની રીતને નિશાન બનાવવાનું શરૂ કર્યું. એક યુઝરે કહ્યું, ‘આ રીતે આપણું સન્માન છીનવાઈ જાય છે.’ હકીકતમાં, પાકિસ્તાની નાયબ વડા પ્રધાનનું સ્વાગત કર્યા પછી, ચીની અધિકારીઓ તેમને બસમાં એરપોર્ટની બહાર લઈ ગયા, જ્યારે સામાન્ય રીતે વિદેશી મહેમાનોને કાર આપવામાં આવે છે. કેટલાક યુઝર્સ ઇવેન્ટમાં રેડ કાર્પેટની ગેરહાજરી અંગે પણ પ્રશ્નો ઉઠાવતા જાવા મળ્યા.
તમને જણાવી દઈએ કે ૭ મેના રોજ, ભારતે ૨૨ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાનો ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ જવાબ આપ્યો હતો. આ અંતર્ગત, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. પાકિસ્તાને ફરી એકવાર હિંમત બતાવી અને ભારત પર હુમલો કર્યો, ત્યારબાદ ભારતીય સૈન્ય દળોએ નૂર ખાન અને રહીમ યાર ખાન સહિત તેના ૧૧ એરબેઝનો નાશ કર્યો. આ સમયગાળા દરમિયાન, પાકિસ્તાને પીએલ-૧૫ મિસાઇલ,એચકયુ-૯ એર ડિફેન્સ સિસ્ટમ અને ત્નહ્લ-૧૭ ફાઇટર જેટ જેવા ચીની શસ્ત્રોનો ઉપયોગ કર્યો, પરંતુ આ બધા અસફળ સાબિત થયા અને ચીની શસ્ત્રોની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થયા.
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ચીને પાકિસ્તાનને રડાર અને સેટેલાઇટ સપોર્ટ પૂરો પાડ્યો હતો, પરંતુ તે અપૂરતો સાબિત થયો. ડારની મુલાકાત પ્રાદેશિક સુરક્ષા અંગે ચર્ચા કરવા માટે છે, જેમાં અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ પ્રધાન પણ હાજરી આપશે. જાકે, બેઇજિંગમાં મળેલા ઠંડા પ્રતિભાવ દર્શાવે છે કે ચીન-પાકિસ્તાન સંબંધોમાં થોડી કડવાશ આવી છે. ઓપરેશન સિંદૂર દ્વારા, ભારતે માત્ર આતંકવાદને યોગ્ય જવાબ આપ્યો જ નહીં પરંતુ ચીની શસ્ત્રોની નબળાઈને પણ ઉજાગર કરી, જેના કારણે ભારતની લશ્કરી અને તકનીકી શ્રેષ્ઠતાની ચર્ચા વૈશ્ચિક સ્તરે થઈ રહી છે.