પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે ૧૯ નવેમ્બરથી શરૂ થતી અબુ ધાબી ૧૦ લીગમાંથી પોતાનુ નામ પરત ખેચી લીધુ છે. ગુરુવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આની પુષ્ટિ કરતા, તેણે કહ્યું કે, તે કોવિડ-૧૯ થી પ્રભાવિત છે.
મોહમ્મદ આમિરે ગુરુવારે ટિવટર પર લખ્યું, “હાય બધા માત્ર એટલું કહેવા માંગે છે કે હું આ વર્ષે ૧૦ લીગ નથી રમી રહ્યો કારણ કે હું કોવિડથી પ્રભાવિત થયો હતો પરંતુ હવે હું ઠીક છું. અલહમદુલિલ્લાહ, ઝડપથી સાજા થાઓ એવી શુભેચ્છાઓ લોકોની પ્રાર્થનાની જરૂર છે.” આપને જણાવી દઈએ કે, ૧૦ લીગની પાંચમી વર્જન અબુ ધાબીનાં શેખ જાયદ સ્ટેડિયમમાં રમાશે. રમતનું સૌથી ટૂંકું ફોર્મેટ અમીરાત ક્રિકેટ બોર્ડ દ્વારા હોસ્ટ કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા મંજૂર કરાયેલ વિશ્વની એકમાત્ર ટી ૧૦ ટૂર્નામેન્ટ છે.
મોહમ્મદ આમિર તાજેતરનાં ટી ૨૦ વર્લ્‌ડકપ દરમિયાન હરભજન સિંહને લઈને ખૂબ ચર્ચામાં રહ્યો હતો. બન્ને ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર એકબીજા પર આકરા પ્રહારો કર્યા હતા. ટી ૨૦ વર્લ્‌ડકપમાં ભારતીય ટીમ પર પાકિસ્તાનની જીત બાદ તેની શરૂઆત મોહમ્મદ આમિરની તરફથી થઈ હતી. જે બાદ ભારતનાં દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે પણ પલટ વાર કરવાનું શરૂ કરી લીધુ હતુ.