સુરતના પાંડેસરા વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા મામલે સુરતની કોર્ટ આરોપીને દોષિત જાહેર કર્યો છે. જસ્ટીસ એન.એ.અંજારીયાની કોર્ટે આગામી ૧૬મી ડિસેમ્બરના રોજ ચુકાદો આપશે. સરકાર પક્ષે આ કેસમાં અગાઉ સરકારી વકીલ નયન સુખડવાલાએ ૨૦ પાનાંની લેખિત દલીલ રજૂ કરી હતી અને ડીએનએ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો.
જે બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેના માથા પર ઇટ મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી તપાસતા વડાપાઉની દુકાનેથી એક યુવક બાળકીને લઈ જતો સીસીટીવીમાં કેદ થયો હતો. પોલીસે સીસીટીવીના આધારે આરોપી દિનેશ દેસાણીની ધરપકડ કરી હતી.