રાજુલા તાલુકાના જુની માંડરડી ખેતી વિષયક સેવા સહકારી મંડળી લી.ના ખેડૂત ખાતેદારોને વર્ષ ર૦૧૯માં પાક ધિરાણ મંડળી દ્વારા લીધેલ હતું. જેનુ પ્રીમિયમ પણ વીમા કંપનીને ઓનલાઈન ભરવામાં આવ્યું હતું. જેમાં પ થી ૬ ખેડૂતોને વીમા કંપની દ્વારા વીમો તેમના બેન્ક ખાતામાં મહદ અંશે જમા કરવામાં આવ્યો હતો. બાકી રહેતા ખેડૂતોને આજદિન સુધી વીમા પ્રીમિયમ ભરવા છતાં યુનિર્વસલ સોમ્પો જનરલ ઈન્સ્યોરન્સ કંપની લી. દ્વારા વીમો ચુકવવામાં આવેલ નથી તેમજ આ બાબતે ખેડૂતોએ વીમા કંપનીને ઈ-મેઈલ દ્વારા પણ જાણ કરવામાં આવી હતી. આમ છતાં આજદિન સુધી વીમો ચુકવેલ નથી. જેથી મંડળી દ્વારા અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લી. મારફત ધિરાણ આપી અને ઓનલાઈન વીમા પ્રીમિયમ ભરી તેની સ્લીપ સદરહું બેન્કને પણ આપવામાં આવી હતી. જેથી ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ બાકી રહેતા ખેડૂતોને તાત્કાલિક વીમો ચુકવવામાં આવે તે માટે જુની માંડરડી સેવા સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઈ વસોયાએ રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરેલ છે.