કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ઉત્તરપ્રદેશના માર્ગો અમેરિકા જેવા કરવાનું વચન આપ્યું છે.મંત્રી નિતિન ગડકરીએ જોનપુર જીલ્લાના મછલીશહેરમાં લોકાર્પણ કાર્યક્રમમાં કહ્યું કે પાંચ વર્ષની અંદર ઉત્તરપ્રદેશના માર્ગો અમેરિકા જેવા થશે તેમણે કહ્યું કે હું વચન પથ્થરની લકીર છે આવનારા પાંચ વર્ષની અંદર ઉત્તરપ્રદેશના માર્ગો યુરોપીય માનક જેવા નહીં પરંતુ અમેરિકાની બરાબર બનશે.
કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે તમે એકવાર ફરી ડબલ એન્જીનની સરકાર બનાવી દો આવનારા પાંચ વર્ષમાં હું પાંચ લાખ કરોડ રૂપિયાના કામ ઉત્તરપ્રદેશમાં કરીને બતાવીશ.હું તે નેતાઓમાં નથી જે ખોખલા વચનો આપે છે જે બોલીશ તે ડંકાની ચોટ પર કરીશ અને સાત વર્ષમાં જે પણ કહ્યું છે તે પુરૂ કરીને બતાવ્યું છે.
અહીં મછલીશહેર ખાતે ફૌજદાર ઇટર કોલેજમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે ૧૫૦૦ કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો આ કાર્યક્રમમાં ગડકરીએ લોકોને આવનારી વિધાનસભા ચુંટણીમાં ભાજપની બીજીવાર સરકાર બનાવવાનું આહ્નાન કર્યું અને કહ્યું કે પાંચ વર્ષની અંદર ઉત્તરપ્રદેશના માર્ગો અમેરિકા જેવા થશે
ગડકરીએ અયોધ્યામાં શ્રીરામ જન્મ ભૂમિ મંદિરના નિર્માણને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરતા કહ્યું કે અયોધ્યાને સંપૂર્ણ દેશથી જોડનાર આવા એકસપ્રેસ વે અને રાજ માર્ગ બનાવવા
આવશે જે અમેરિકાના માર્ગોને પણ ફેલ કરી દેશે. તેમણે કહ્યું કે અયોધ્યાથી ચિત્રકુટ સુધી ૨૯૮ કિલોમીટરનો રામ વન ગમન માર્ગ ૫૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન છે.
ગડકરીએ કિસાનોને અન્નદાતાની જગ્યાએ ઉર્જાદાતા બનાવવા પર ભાર આપતા કહ્યું કે મેં મારૂ જીવન કિસાનો માટે સમર્પિત કર્યું છે.મારા ક્ષેત્રમાં દસ હજોર કિસાનોએ આત્મહત્યા કરી અમે મેં નક્કી કર્યું છે કે આ પરિસ્થિતિને બદલીશ.હું૨૦૦૭થી કહી રહ્યો છું કે આપણા કિસાન ઉર્જાદાતા બને આજે ઉત્તરપ્રદેશનો કિસાન ખાંડ મિલોમાં ઇથેલોન તૈયાર કરી રહ્યો છે. તેમણે કહ્યું કે આજે તમારી સામે જોહેરાત કરૂ છું કે આવનારા ત્રણ મહીના બાદ ટોયોટા સુજુકી હુડ્ડી મર્સિડીઝ અને બીએમડબ્લ્યુ બધી ગાડીઓ ફલેકસ એન્જીન બનાવવામાં આવશે ફલેકસ એન્જીનનો અર્થ ૧૦૦ ટકા પેટ્રોલ નાખો કે ૧૦૦ ટકા ઇથેલોન નાખો ગાડી ચાલશે. હવે પેટ્રોલથી નહીં ઉત્તરપ્રદેશના કિસાનો દ્વારા તૈયાર બાયો ઇથેનોલ થી આપણી ગાડીઓ ચાલશે ઓટો રિકક્ષા ચાલશે હવે કિસાન અન્નદાતકા નહીં ઉર્જાદાતા બનશે
મુખ્યમંત્રી યોગીની પ્રશંસા કરતા કહ્યું કે જયારે પ્રદેશમાં ભાજપની સરકાર ન હતાં તો પરિસ્થિતિ કેવી હતી તેમને બતાવવાની જરૂર નથી પરંતુ રાજયને ગુંડારાજથી મુક્તિ અપાવી યોગી આદિત્યનાથે સુશાસનની સ્થાપના કરી તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીજીએ જે રામરાજયની પરિકલ્પના કરી હતી આ તેજ રામરાજય છે. વંશવાદ પર હુમલો કરતા તેમણે કહ્યું હતું કે વંશવાદની સ્થિતિ હતી કે વડાપ્રધાનના પેટથી વડાપ્રધાન પેદા થશે,એમપીના પેટમાંથી એમપી અને ધારાસભ્યના પેટમાંથી ધારાસભ્ય પેદા થશે પરંતુ આ વંશવાદ પરિવારવાદને સમાપ્ત કરવાનું કાર્ય ભાજપે કર્યું છે.