દેશમાં ઓમિક્રોન ખતરાની વચ્ચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવી કે નહીં તે અંગે નિર્ણય લેવા માટે ચૂંટણી પંચની મોટી બેઠક મળી હતી. ચૂંટણી પંચ સાથેની બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન સંબંધિત તમામ જાણકારી ચૂંટણી પંચને આપી. તેમણે પંચને જણાવ્યું કે હાલમાં કોરોના કાબુમાં છે અને વૈશ્વિક સ્તરે મળેલી માહિતી પ્રમાણે ઓમિક્રોન ઘાતક નથી પરંતુ ઝડપથી ફેલાય છે. તેથી બચાવના સાધનનની ઉપરાંત સતર્કતા સંબંધી પગલાં ભરવાની જરુરર છે.

રાજેશ ભૂષણે જણાવ્યું કે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ પર જલદીથી કાબૂ મેળવવા માટે રાજ્ય સરકાર તમામ પ્રકારના જરુરી પગલાં ઉઠાવી રહી છે. તેમણે કહ્યું કે જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્વાસ્થ સચિવ રાજેશ ભૂષણ દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ ચૂંટણી પંચે સ્વાસ્થ સચિવને વિસ્તૃત રિપોર્ટની સાથે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં બેઠક કરવાનું કહ્યું છે. ચૂંટણી કમિશનરે કહ્યું કે જે રાજ્યોમાં ચૂંટણી છે તેનો પૂરો રિપોર્ટ, વેક્સિનેશનની સ્થિતિ તે અંગેની ૫ જાન્યુઆરીએ બેઠક યોજાશે જે પછી નક્કી થશે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે. ચૂંટણી પંચે એવો નિર્ણય લીધો છે કે ૫ જાન્યુઆરી બાદ નક્કી થશે કે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજવી.આ બેઠકના થોડા દિવસ પહેલાં જ અલાહાબાદ હાઈકોર્ટે ચૂંટણીપંચ અને વડાપ્રધાનને અપીલ કરી હતી કે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના જાખમને ધ્યાનમાં રાખીને રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ લગાવવામાં આવે અને શક્ય હોય તો ચૂંટણીઓને પણ થોડી પાછળ ઠેલવી જાઈએ.

જાકે આ વિશે અલાહાબાદ હાઈકોર્ટે હજી સુધી કોઈ ઓફિશિયલ આદેશ આપ્યા નથી, પરંતુ તેમણે ચૂંટણીપંચ અને વડાપ્રધાનને અપીલ કરી છે. એને આધારે ચૂંટણીપંચ પર પણ જવાબદારી વધી ગઈ છે, કારણ કે હવે તેણે એ નક્કી કરવાનું છે કે ઓમિક્રોનના જાખમ વચ્ચે ચૂંટણી કરવી છે તો એ કેવી રીતે કરી શકાય. બંગાળ ચૂંટણી દરમિયાન પણ ચૂંટણીપંચે કોરોના પ્રોટોકોલનું પાલન કરવાના આદેશ આપ્યા હતા, પરંતુ તે આદેશોનો જાહેરમાં ભંગ કરાયો હતો.