અમરેલી તાલુકા વિસ્તારમાંથી ગત તા.૦૯ના સવારે સાડા છ વાગ્યાના અરસામાં અમરેલી ગુરૂદત્ત પેટ્રોલ પંપથી નાના મુંજીયાસર ગામ સુધીમાં ઈકો ગાડીના ડ્રાઈવર સીટની બાજુની સીટના પાછળના કવરખાનામાં પર્સમાં રાખેલા રોકડ રકમ રૂ.પર,૦૦૦, બે નંગ સોનાની વીટી, પેન્ડલ સહિતનો સોનાનો ચેઈન, સોનાની લક્કી તથા આઈફોન મોબાઈલ ચાર્જર સહિત આશરે કુલ રૂ.ર.પ૯ લાખની ચોરી થયા હોવાની અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ફરિયાદ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમદાવાદના ધર્મેશ મનસુખભાઈ ગોંડલીયાએ નોંધાવી હતી. જેથી આરોપીને શોધી કાઢવા જીણવટભરી તપાસ હાથ ધરતા શંકાસ્પદ ગતિવિધિના આધારે વિજય બાબુભાઈ ભટ્ટી(ઉં.વ.૩૦) રહે. હાલ અમદાવાદ, મુળ મોટા મુંજીયાસરને ઝડપી પાડી તેની પાસેથી રોકડ રકમ, મોબાઈલ, ચોરાયેલા દાગીના સહિત કુલ રૂ.૩,૪પ,૮૭૦નો મુદ્દામાલ કબજે કરી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.