ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સ્થિત ડીએલએસએસના ખેલાડીઓએ તા. ૨૦ થી ૨૧ માર્ચ દરમિયાન મહેસાણાના પાંચોટ ખાતે યોજાયેલી અંડર-૨૦ જુનિયર રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કોડીનારની ખેલાડી કૃપાલી ગોવિંદભાઈ વાળાએ ૬૮ કિલો વજનવર્ગ (WW)માં ઉત્તમ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેમની આ સિદ્ધિથી સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી પ્રસરી છે. કૃપાલી હવે આગામી સમયમાં ઓડિશા ખાતે યોજાનારી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. તેમની આ સફળતા બદલ શ્રી સોમનાથ એકેડેમી, ડીએલએસએસ તથા પરિવારજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.