પહેલગામ આતંકવાદી હુમલાને લગભગ એક અઠવાડિયું થઈ ગયું છે. ભારતે પોતાના તરફથી ઘણા પગલાં લીધાં છે. પરંતુ ભારતે પાકિસ્તાનને તેના ક્ષેત્રમાં પ્રવેશ્યા વિના જે નુકસાન પહોંચાડ્યું છે. તે ઘણો મોટો છે. હા, આ નુકસાન પાકિસ્તાનના શેરબજારને થયું છે. ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ લેવામાં આવેલી કાર્યવાહીને કારણે પાકિસ્તાનના શેરબજારમાં ભારે ઘટાડો થયો છે. જેના કારણે પાકિસ્તાનના શેરબજારને લગભગ ૭૦ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સમયગાળા દરમિયાન, કરાચી સ્ટોક એક્સચેન્જમાં ૪.૫૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે. મંગળવારે પણ,કેએસઇ૧૦૦ માં ૧૧૦૦ પોઈન્ટથી વધુનો ઘટાડો જાવા મળ્યો છે. તેનાથી વિપરીત, ભારતના શેરબજારમાં તેજી જાવા મળી છે. ૨૨મી તારીખ પછી, સેન્સેક્સમાં લગભગ ૧૧૦૦ પોઈન્ટનો વધારો જાવા મળ્યો છે.
પાકિસ્તાનના શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો જાવા મળી રહ્યો છે. પાકિસ્તાનના શેરબજારનો મુખ્ય સૂચકાંક કરાચી સ્ટોક એક્સચેન્જ બપોરે ૧:૪૦ વાગ્યે ૧૦૦ પોઈન્ટ ઘટીને ૧૧૪,૦૦૭.૪૦ પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ખાસ વાત એ છે કે ટ્રેડિંગ સેશન દરમિયાન કેએસઇ ૧૦૦ ૧૧૩૦.૭૮ પોઈન્ટ ઘટીને ૧૧૨,૯૩૫.૫૭ પોઈન્ટ પર આવી ગયો હતો. એક દિવસ પહેલા પણ, કેએસઇ ૧૦૦ માં ઘટાડો જાવા મળ્યો હતો. એક સમયે,કેએસઇ વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. પરંતુ દિવસની ટોચ પર પહોંચ્યા પછી, કરાચી સ્ટોક એક્સચેન્જ એક ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયો. નિષ્ણાતોના મતે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે પાકિસ્તાનના શેરબજારમાં ઘટાડો જાવા મળી રહ્યો છે.
ખાસ વાત એ છે કે ૨૨ એપ્રિલ પછી, પાકિસ્તાની શેરબજારમાં ૫ માંથી ૪ ટ્રેડિંગ સત્રોમાં ઘટાડો જાવા મળ્યો છે. માહિતી અનુસાર, ૨૨ એપ્રિલના રોજ કરાચી સ્ટોક એક્સચેન્જ ૧૧૮,૪૩૦.૩૫ પોઈન્ટ પર બંધ થયો હતો. ત્યારબાદ ૨૩ અને ૨૪ એપ્રિલે શેરબજારમાં ઘટાડો જાવા મળ્યો. ૨૫ એપ્રિલના રોજ,કેએસઇ૧૦૦ વધ્યો. હવે, તેમાં સતત બે ટ્રેડિંગ દિવસથી ઘટાડો જાવા મળ્યો છે. ૨૨ એપ્રિલથી, કેએસઇમાં ૫,૪૯૪.૭૮ પોઈન્ટ અથવા ૪.૬૩ ટકાનો ઘટાડો જાવા મળ્યો છે. નિષ્ણાતોના મતે, પાકિસ્તાનના શેરબજારમાં વધુ ઘટાડો જાવા મળી શકે છે.
પહેલગામ હુમલા પછી છેલ્લા એક અઠવાડિયામાં, પાકિસ્તાનના શેરબજારને ભારે નુકસાન થયું છે. ૨૨ એપ્રિલના રોજ કરાચી સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપ ૫૨.૮૪ બિલિયન ડોલર હતું. જે ૨૯ એપ્રિલે કેએસઇ ૧૦૦ ના નીચલા સ્તરે પહોંચ્યા પછી ઘટીને ઇં૫૦.૩૯ બિલિયન થઈ ગયું. આનો અર્થ એ થયો કે આ સમયગાળા દરમિયાન, પાકિસ્તાનના શેરબજારને ૨.૪૫ બિલિયનનું નુકસાન થયું છે. જા આપણે પાકિસ્તાની રૂપિયામાં ગણતરી કરીએ તો લગભગ ૭૦ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે.
બીજી તરફ, ભારતીય શેરબજારમાં તેજી જાવા મળી છે. આ સમયગાળા દરમિયાન, સેન્સેક્સમાં લગભગ ૧૧૦૦ પોઈન્ટનો વધારો જાવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર, ૨૨ એપ્રિલે સેન્સેક્સ ૭૯,૫૯૫.૫૯ પોઈન્ટ પર હતો. જે ૨૯ એપ્રિલે ૧,૦૬૫.૭૨ પોઈન્ટના વધારા સાથે ૮૦,૬૬૧.૩૧ પોઈન્ટ પર પહોંચ્યો હતો. આનો અર્થ એ થયો કે આ એક અઠવાડિયામાં રોકાણકારોને ૧.૩૩ ટકાનું વળતર મળ્યું છે. નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વધારો જાવા મળી શકે છે.