પહલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓની રાષ્ટ્રીયતા નક્કી કરવા માટે સુરક્ષા એજન્સીઓએ પુરાવા એકત્રિત કર્યા છે. આમાં પાકિસ્તાન સરકાર દ્વારા જારી કરાયેલા દસ્તાવેજા અને બાયોમેટ્રિક ડેટા, અન્ય બાબતોનો સમાવેશ થાય છે. આ પુષ્ટિ કરે છે કે ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાનના નાગરિક હતા. ૨૮ જુલાઈના રોજ ઓપરેશન મહાદેવ દરમિયાન શ્રીનગરની બહારના દાચીગામ જંગલમાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં આ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ૨૨ એપ્રિલના રોજ પહેલગામની બૈસરન ખીણમાં થયેલા હુમલા પછી તેઓ દાચીગામ-હરવાન જંગલ વિસ્તારમાં છુપાયેલા હતા. પહેલગામ હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા.

વરિષ્ઠ અધિકારીએ કહ્યું, પહેલીવાર અમને પાકિસ્તાની સરકાર દ્વારા જારી કરાયેલા દસ્તાવેજા મળ્યા છે, જે પહેલગામ હુમલાખોરોની રાષ્ટ્રીયતા વિશે કોઈ શંકા નથી રાખતા. ફોરેન્સીક, દસ્તાવેજા અને પુરાવા સ્પષ્ટ કરે છે કે આ ત્રણ લશ્કર-એ-તૈયબાના વરિષ્ઠ સભ્યો હતા. આ ત્રણ હુમલાના દિવસથી દાચીગામ-હરવાન જંગલ વિસ્તારમાં છુપાયેલા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ સુલેમાન શાહ ઉર્ફે ફૈઝલ જટ્ટ તરીકે કરવામાં આવી છે. તે એ++ શ્રેણીનો આતંકવાદી હતો અને પહેલગામ હુમલાનો મુખ્ય માસ્ટરમાઇન્ડ અને મુખ્ય શૂટર હતો. તે જ સમયે, બીજા હુમલાખોરની ઓળખ અબુ હમઝા ઉર્ફે અફઘાન તરીકે કરવામાં આવી છે, જે જટ્ટનો નજીકનો સહયોગી હતો. તે શ્રેણી છ કમાન્ડર હતો. ત્રીજા હુમલાખોરની ઓળખ યાસીર ઉર્ફે જિબ્રાન તરીકે થઈ છે. તે પણ શ્રેણી છ કમાન્ડર હતો. હથિયારો સાથે, સુરક્ષા દળોએ શાહ અને હમઝાના ખિસ્સામાંથી પાકિસ્તાન સરકાર દ્વારા જારી કરાયેલા દસ્તાવેજા પણ જપ્ત કર્યા છે, જેમાં પાકિસ્તાન ચૂંટણી પંચની બે મતદાર સ્લીપનો સમાવેશ થાય છે. મતદાર નંબરો અનુક્રમે લાહોર (એનએ- ૧૨૫) અને ગુજરાંવાલા (એનએ-૭૯) ની મતદાર યાદીઓ સાથે મેળ ખાય છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે એકત્રિત કરેલા પુરાવા દર્શાવે છે કે આ આતંકવાદીઓમાં કોઈ સ્થાનિક વ્યક્તિ નથી. તેમણે કહ્યું કે સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનના રાષ્ટ્રીય ડેટાબેઝ અને નોંધણી સત્તામંડળના બાયોમેટ્રિક રેકોર્ડ, મતદાર ઓળખ સ્લીપ અને ડિજિટલ સેટેલાઇટ ફોન ડેટા (કોલ લોગ અને જીપીએસ વેપોઇન્ટ) જેવા મજબૂત પુરાવા એકત્રિત કર્યા છે.તેમણે કહ્યું કે આ ઉપરાંત, પહેલગામમાં મળેલા ફાટેલા શર્ટ પર મળેલા લોહીમાંથી લીધેલા માઇટોકોન્દ્રીયલ ડ્ઢદ્ગછ પ્રોફાઇલ્સ ત્રણ માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહમાંથી લીધેલા ડ્ઢદ્ગછ સાથે સંપૂર્ણપણે મેળ ખાય છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને એક ચિપ પણ મળી આવી હતી, જેમાં ત્રણેય આતંકવાદીઓના એનએડીઆરએ બાયોમેટ્રિક રેકોર્ડ હતા. આ રેકોર્ડ પુષ્ટિ કરે છે કે આતંકવાદીઓ પાકિસ્તાની નાગરિકો છે. તેઓ ચાંગા મંગા (જિલ્લો કસુર) અને રાવલકોટના કોઈયાન ગામ નજીક પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના રહેવાસી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્ડીલેન્ડ અને ચોકોમેક્સ ચોકલેટ (બંને બ્રાન્ડ કરાચીમાં ઉત્પાદિત) ના રેપર પણ જપ્ત કરવામાં આવ્યા છે. બૈસરનમાં મળેલા ૭.૬૨-૩૯ એમએમ કારતૂસના શેલ ૨૮ જુલાઈના રોજ મળી આવેલા ત્રણ એકે-૧૦૩ રાઈફલ્સમાંથી પરીક્ષણ-ફાયર કરવામાં આવ્યા હતા.