જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં અનેક ભારતીયોએ પોતાના જીવ ગુમાવ્યા હતા ત્યારે તેઓની હૃદય કંપાવતી વિદાય નિમિત્તે અમરેલીમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા મોક્ષ યજ્ઞનું આયોજન નાગનાથ મંદિર પટાંગણમાં કરવામાં આવ્યું હતું. મૃતકોના આત્માને મોક્ષ પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાનાં મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાએ ખાસ ઉપસ્થિત રહી આહુતિ આપી હતી. આ સાથે સાંસદ ભરતભાઈ સુતરીયા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા તેમજ અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શરદભાઈ લાખાણી સહિત વિવિધ સંસ્થાના આગેવાનોએ ઉપસ્થિત રહી આહુતિ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન નરેન્દ્ર મોદી વિચાર મંચના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ કનાડીયાએ કર્યું હતું.તેમ યજ્ઞેશ કારેલીયાની યાદીમાં જણાવેલ છે.