આતંકવાદીઓને કોઈ પણ કિંમતે બક્ષવામાં આવશે નહીં,આપણે એક પછી એક મારીશું, આ મોદી સરકાર છે,ગૃહમંત્રી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓને ચેતવણી આપી છે કે તેઓ એવું ન વિચારે કે તેમણે “યુદ્ધ જીતી લીધું છે”. પહેલગામ આતંકવાદી હુમલા પછી પોતાની પહેલી જાહેર ટિપ્પણીમાં શાહે કહ્યું, “લડાઈ હજુ પૂરી થઈ નથી. તેમણે (આતંકવાદીઓએ) એવું ન વિચારવું જાઈએ કે આપણા ૨૭ લોકોની હત્યા કર્યા પછી તેમણે યુદ્ધ જીતી લીધું છે.” તેઓ બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માના વારસાના સન્માનમાં માર્ગ અને પ્રતિમાના ઉદ્ઘાટન સમારોહમાં બોલી રહ્યા હતા.
તેમણે કહ્યું, “જા કોઈ કાયર હુમલો કરે છે અને તેને પોતાની મોટી જીત માને છે, તો એક વાત સમજા, આ નરેન્દ્ર મોદીની સરકાર છે, કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. અમારો સંકલ્પ આ દેશના ખૂણે ખૂણેથી આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવાનો છે અને આ સિદ્ધ થશે. આ લડાઈમાં માત્ર ૧૪૦ કરોડ ભારતીયો જ નહીં પરંતુ આખું વિશ્વ ભારતની સાથે ઊભું છે.”
અમિત શાહે વધુમાં કહ્યું, “આ આતંકવાદ સામેની લડાઈમાં વિશ્વના તમામ દેશો એક થઈને ભારતના લોકો સાથે ઉભા છે. હું આ સંકલ્પને દોહરાવવા માંગુ છું કે જ્યાં સુધી આતંકવાદનો નાશ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે અને જેમણે તેને અંજામ આપ્યો છે તેમને ચોક્કસપણે યોગ્ય સજા આપવામાં આવશે.”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “આજે હું જનતાને કહેવા માંગુ છું કે અમે ૯૦ના દાયકાથી કાશ્મીરમાં આતંકવાદ ચલાવનારાઓ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ પર મજબૂતીથી લડી રહ્યા છીએ. આજે, તેઓએ (આતંકવાદીઓએ) એવું ન વિચારવું જાઈએ કે તેમણે આપણા નાગરિકોના જીવ લઈને યુદ્ધ જીતી લીધું છે. હું આતંક ફેલાવનારા બધાને કહેવા માંગુ છું કે આ લડાઈનો અંત નથી; દરેક વ્યક્તિને યોગ્ય જવાબ આપવામાં આવશે.”
ગૃહમંત્રીએ કહ્યું હતું કે અમે ૯૦ના દાયકાથી કાશ્મીરમાં આતંકવાદ ચલાવનારાઓ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ પર મજબૂતીથી લડી રહ્યા છીએ. આજે તેમણે એવું ન વિચારવું જાઈએ કે તેઓ આપણા નાગરિકોના જીવ લઈને આ લડાઈ જીતી જશે.” તેમણે વધુમાં કહ્યું, “હું આતંક ફેલાવનારા બધાને કહેવા માંગુ છું કે આ લડાઈ અંત નથી, તે એક મુકામ છે. દરેક વ્યક્તિને યોગ્ય જવાબ આપવામાં આવશે.
અમિત શાહે કહ્યું કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં, અમે દરેક બાબતનો સખત જવાબ આપ્યો છે, પછી ભલે તે ઉત્તર પૂર્વ હોય, ડાબેરી ઉગ્રવાદનો વિસ્તાર હોય કે પછી કાશ્મીર પર આતંકવાદનો પડછાયો હોય. જા કોઈ એવું વિચારે છે કે કાયરતાપૂર્ણ હુમલો કરીને તેણે મોટી જીત મેળવી છે, તો સમજી લો કે આ નરેન્દ્ર મોદી સરકાર છે અને કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. આ દેશના દરેક ઇંચમાંથી આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવાનો અમારો સંકલ્પ છે અને તે પૂર્ણ થશે… જ્યાં સુધી આતંકવાદ નાબૂદ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે અને જેમણે આ કૃત્ય કર્યું છે તેમને તેના માટે યોગ્ય સજા મળશે.
પહેલગામમાં થયેલા આ હુમલાએ ફરી એકવાર કાશ્મીર ખીણની સુરક્ષા સ્થિતિ પર પ્રશ્નો ઉભા કર્યા છે. ગૃહમંત્રીના આ નિવેદનને કેન્દ્ર સરકારની આતંકવાદ સામે કડક નીતિ તરીકે જાવામાં આવી રહ્યું છે. શાહે એવી પણ ખાતરી આપી હતી કે સરકાર કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે તમામ શક્ય પગલાં લઈ રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને સુરક્ષા દળોને આતંકવાદીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ મોદી સરકાર છે, અમે એક પછી એક લોકોને મારીશું… પહેલગામ હુમલા પર અમિત શાહનો આતંકવાદીઓને પડકાર અમિત શાહે આગળ કહ્યું કે હું આ સંકલ્પને દોહરાવવા માંગુ છું કે જ્યાં સુધી આતંકવાદનો નાશ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે અને જેમણે તેને અંજામ આપ્યો છે તેમને ચોક્કસ યોગ્ય સજા મળશે. પહેલગામ હુમલા બાદ ભારતમાં આતંકવાદ વિરુદ્ધ એક ખાસ અભિયાન ચાલી રહ્યું છે. ભારતીય સુરક્ષા દળની ટીમ જમ્મુ અને કાશ્મીરમાં આ ક્રૂરતાને અંજામ આપનારા આતંકવાદીઓની શોધમાં એક ઓપરેશન ચલાવી રહી છે. ભારત સરકારે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે સેનાને છૂટ આપી છે. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદીઓ સામે કાર્યવાહીનું સ્થળ, સમય અને પદ્ધતિ સેના નક્કી કરશે. શાહે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, અમે દરેક બાબતમાં મજબૂત પ્રતિક્રિયા આપી છે, પછી ભલે તે ઉત્તર પૂર્વ હોય, ડાબેરી ઉગ્રવાદના વિસ્તારો હોય કે કાશ્મીરમાં આતંકવાદનો પડછાયો હોય. જા કોઈ એવું વિચારે છે કે કાયરતાપૂર્ણ હુમલો કરીને તેણે મોટી જીત મેળવી છે, તો સમજી લો કે આ નરેન્દ્ર મોદી સરકાર છે, કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. આ દેશના દરેક ઇંચમાંથી આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવાનો અમારો સંકલ્પ છે અને તે પૂર્ણ થશે.
અમિત શાહે વધુમાં કહ્યું કે, આ લડાઈમાં માત્ર ૧૪૦ કરોડ ભારતીયો જ નહીં પરંતુ આખું વિશ્વ ભારતની સાથે ઉભું છે, આતંકવાદ સામેની આ લડાઈમાં વિશ્વના તમામ દેશો એક સાથે આવ્યા છે અને ભારતના લોકોની સાથે ઉભા છે.