એપ્રિલમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કોઈ ભૂલી શક્્યું નથી. આ હુમલા બાદ, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા એક સાથે અનેક આતંકવાદીઓને ખતમ કરી દીધા. જા કે, આતંકવાદીઓ પીછેહઠ કરી રહ્યા નથી. કારણ કે ગુપ્તચર સૂત્રોએ ખુલાસો કર્યો છે કે આતંકવાદીઓ કાશ્મીરમાં પહેલગામ શૈલીના બીજા હુમલાની યોજના બનાવી રહ્યા છે. આ માહિતી સામે આવ્યા પછી સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.ગુપ્તચર અહેવાલો અનુસાર, સપ્ટેમ્બરથી કાશ્મીરમાં આતંકવાદી ઘૂસણખોરી, ડ્રોન સર્વેલન્સ અને સરહદ પારથી લોજિસ્ટિકસ સપ્લાયમાં વધારો થયો છે. પાકિસ્તાનની આઇએસઆઇ અને એસએસજી તરફથી સમર્થન મળતાં, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના અનેક એકમો એલઓસી દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ્યા છે.આતંકવાદી શમશેરના લશ્કર-એ-તૈયબાના એક યુનિટે હવાઈ દેખરેખ માટે ડ્રોનનો ઉપયોગ કર્યાનું કહેવાય છે, જેનાથી આગામી અઠવાડિયામાં સંભવિત આત્મઘાતી હુમલાઓ અથવા હથિયારો છોડવાના સંકેતો મળી રહ્યા છે. પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ, જેમાં ભૂતપૂર્વ એસએસજી સૈનિકો અને આતંકવાદીઓનો સમાવેશ થાય છે, તેને સમગ્ર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ફરીથી તૈનાત કરવામાં આવી છે, જે સરહદ પાર હુમલાઓ માટે નવી યોજનાઓ બનાવવાનો સ્પષ્ટ સંકેત છે.ઓક્ટોબર ૨૦૨૫ માં, જમાત-એ-ઇસ્લામી, હિઝબુલ મુજાહિદ્દીન અને આઇએસઆઇના અધિકારીઓ પીઓકેમાં એક ઉચ્ચ-સ્તરીય બેઠકમાં ભેગા થયા હતા. ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલા નુકસાનનો બદલો લેવા માટે સ્લીપર સેલને ફરીથી સક્રિય કરવા, ભૂતપૂર્વ કમાન્ડરોને ભંડોળ પૂરું પાડવા અને “બદલા લેવાના હુમલા” શરૂ કરવાની યોજનાઓ બનાવવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર પછી આ સૌથી મોટી પ્રવૃત્તિ છે. આ જ કારણ છે કે સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. ઓપરેશન સિંદૂરમાં વિનાશ વેર્યો હોવા છતાં, પાકિસ્તાન તેની પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે.










































