જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે ધારી પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ધારીના હિમ ખીમડી, નવી વસાહત, મેન બજાર અને પ્રેમપરા જેવા વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. આ કોમ્બિંગનો મુખ્ય ઉદ્દેશ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોની તપાસ કરવાનો છે. ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકો અંગે ધારી પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. રહેણાંક વિસ્તારો ઉપરાંત મદ્રેશાઓ સાથે મસ્જિદોમાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચેકિંગ દરમિયાન પરપ્રાંતીય લોકોની ઓળખ અને તેમના દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. એએસપી જયવીર ગઢવી,પીઆઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ આ કોમ્બિંગ ઓપરેશનમાં જોડાયા હતા.