જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓ પર થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બગસરામાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ અને હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ મૌન રેલીમાં સમસ્ત હિન્દુ સમાજ, સનાતન ગ્રુપ, વેપારી મહામંડળ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અન્ય અનેક સંસ્થાઓ તેમજ મહિલાઓએ પણ સક્રિયપણે ભાગ લીધો હતો. રેલી વિજય ચોકથી શરૂ થઈ શહેરના મુખ્ય બજારોમાં ફરીને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ એટલે કે સરદાર ચોક સુધી પહોંચી હતી. અને પહેલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને બે મિનિટનું મૌન પાળ્યું હતું.