વરસાદની રાહ જોઇ રહેલ ઉત્તર ભારત માટે હવામાન વિભાગે પરેશાન કરી દે તેવા અહેવાલો આપ્યા છે.આઇએમડીનું માનવામાં આવે તો પહાડોથી લઇ મેદાની રાજયો સુધી તાપમાન,હીટવેવ અને લૂથી હાલ રાહત મળનાર નથી દિલ્હીના કેટલાક ભાગો,પંજોબ,ઉત્તરાખંડ પશ્ચિમ રાજસ્થાન હરિયાણા ઉત્તરપ્રદેસ પૂર્વી મધ્યપ્રદેશ વિદર્ભ અને ઝારખંડ અને ઉત્તરાખંડના અલગ અલગ ભાગોમાં આગામી બે દિવસ સુધી હીટવેવ સતાવે તેવી સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભીષણ ગરમી રહેશે વિભાગે હીટવેવને લઇ એલર્ટ જોરી કર્યું છે.હરિદ્વારમાં ગરમીએ ત્રણ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.હરિદ્વારમાં અધિકતમ તાપમાન ૪૨.૫ ડિગ્રી નોંધાયું છે જયારે દહેરાદુનમાં ૪૦.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જયારે ઋષિકેશમાં ન્યુનતમ તાપમાન ૨૫ ડિગ્રી અને અધિકતમ તાપમાન ૪૧ નોંધવામાં આવ્યું છે.દહેરાદુનમાં ન્યુનતમ તાપમાન ૨૫ ડિગ્રી અને અધિકતમ તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે.હરિદ્વારમાં ન્યુનતમ તાપમાન ૨૬ અને અધિકતમ તાપમાન ૪૧ ડિગ્રી રહી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ ગરમ પવન ફુંકાઇ શકે છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર પહાડોથી લઇ મેદાની વિસ્તારો સુધીમાં ગરમીનો કહેર જોરી રહેશે આ અઠવાડીયે ઉત્તરાખંડમાં ન્યુનતમ તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ જયારે અધિકતમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ બની રહે તેવી સંભાવના છે.
વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં ચોમાસુ પૂર્વોત્તર ભારતમાં સક્રિય રહેલાની અને દક્ષિણ પ્રાયદ્રીપ પર નબળું રહેવાની સંભાવના છે.સિક્કમ,દેશના પૂર્વોત્તર ભાદ અને અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં સામાન્યથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થાનો પર ભારે વરસાદ થઇ શકે છે કેરલ,કિનારાના કર્ણાટક દક્ષિણ આંતરિક કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઇ શકે છે.